ગુજરાત ST નિગમને દિવાળી ફળી, તહેવારમાં એકસ્ટ્રા બસો દોડાવી 48 કરોડથી વધુની આવક થઇ
ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન બુકિંગનો પોતાનો જ રોકોર્ડ તોડી નાખ્યો
દિવાળીના પર્વ પર કુલ 3,12,179 મુસાફરોએ એકસ્ટ્રા બસનો લાભ લીધો
GSRTC generates record revenue in Diwali festival : ગુજરાતમાં દિવાળીના તહેવાર સમયે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે GSRTC દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી એસટી નિગમને કોરોડોની આવક થઈ છે.
દિવાળીના તહેવાર પર એસ.ટીમાં લાખો લોકોએ મુસાફરી કરી
ગુજરાતમાં દિવાળીના તહેવાર પર એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના વતન ગયા હતા. જો કે એસ.ટી નિગમને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ડિવિઝન મુજબ બે હજાર જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેથી એસ.ટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો હતો અને રુપિયા 48.13 કરોડની આવક થઈ હતી. લાખો મુસાફરોએ એસટીની બસોમાં ઓનલાઈન બુકીંગ તેમજ ઓફલાઈન બુકીંગ કરાવીને પ્રવાસ કર્યો હતો. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં વધારે મુસાફરોએ એસટીની બસમાં પ્રવાસ કર્યો હતો. લગભગ 3.12 લાખથી વધુ મુસાફરોએ એસટીની બસમાં મુસાફરી કરી હતી. એસટી નિગમે દિવાળીના તહેવાર પર આઠ હજાર બસનું સંચાલન કર્યું હતું. ગત વર્ષની સરખામણીની વાત કરીએ તો નિગમે 30 ટકા વધુ બસો દોડાવી હતી.
ઓનલાઈન બુકીંગનો રેકોર્ડ સર્જાયો
ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન બુકિંગનો પોતાનો જ રોકોર્ડ તોડી નાખ્યો છે. દિવાળીના તહેવાર પર 15મી નવેમ્બરે 1,21,329 સીટનું ઓનલાઈન બુકિંગ કરીને સમગ્ર ભારતમાં એક જ દિવસમાં ઓનલાઈન બુકિંગનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત એસટી નિગમને એકસ્ટ્રા બસ દોડવવાથી રૂપિયા 7.41 કરોડની આવક થઈ હતી. આ સિવાય કુલ 3,12,179 મુસાફરોએ એકસ્ટ્રા બસનો લાભ લીધો હતો.