Get The App

અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ, મંદિરથી ગબ્બર જવાનું ભાડું 9ને બદલે 20 રૂપિયા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
Ambaji


GSRTC Bus Fare Increased In Ambaji : અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની આજથી (12 સપ્ટેમ્બર) વિધિવત રીતે શરુઆત થઈ ગઈ છે, ત્યારે પ્રથમ દિવસે જ એસટી વિભાગની ઉઘાડી લૂંટને લઈને માઈભક્તોમાં રોષ જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં અંબાજી એસટી ડેપો દ્વારા અંબાજી મંદિરથી ગબ્બર સુધી પહેલા 3 કિ.મી. પ્રમાણે 9 રૂપિયા ભાડું લેવામાં આવે છે. જ્યારે હવે ભાદરવી પૂનમના મેળા દરમિયાન 2 કિ.મી.નું 20 રૂપિયા ભાડું કરવામાં આવતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. 

ભાદરવી પૂનમના મેળામાં 2 કિ.મી.નું 20 રૂપિયા ભાડું કરાયું

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરુ થયો છે, ત્યારે અંબાજી મંદિરથી ગબ્બર સુધી જવા માટે એસટી બસમાં ડબલ કરતાં વધુ ભાડું વસુલવામાં આવતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં પહેલા 3 કિ.મી. પ્રમાણે 9 રૂપિયા ભાડું લેવામાં આવે છે. જ્યારે હવે ભાદરવી પૂનમના મેળામાં 2 કિ.મી.નું 20 રૂપિયા ભાડું કરવામાં આવ્યું છે. બીજી તરફ, મુસાફરોનું કહેવું છે કે, એસટી બસ અને પ્રાઇવેટ વાહનોમાં કાંઈ ફરક રહ્યો નથી. 

આ પણ વાંચો : મા અંબાના દર્શન કરી પરત ફરતાં માઈભક્તો માટે એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા, જોઈ લો આ મેપ

સ્થાનિકોમાં નારાજગી જોવા મળી

આ દરમિયાન કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ સુધી ભક્તોને એસટીમાં ફ્રી અને ગબ્બર જવાના 20 રૂપિયા ભાડું લેવામાં આવ્યું છે. પરિક્રમા મહોત્સવ વખતે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોને વિનામૂલ્ય અંબાજી લાવવામાં આવતા હતા અને ફ્રીમાં જમાડવામાં આવતા હતા. જ્યારે ભાદરવી પૂનમના મેળા માટે નિયમ અલગ હોવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ભાદરવી પૂનમના મેળામાં આંગળીના ટેરવે મળશે તમામ સુવિધાઓ, મોબાઇલ બનશે માર્ગદર્શક

5500 એક્સ્ટ્રા બસો મૂકાશે

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરુઆત થઈ ગઈ છે, ત્યારે દર્શનાર્થે આવેલા ભક્તોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ - પાલનપુર વિભાગ દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એસટી વિભાગે 5500 એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ મુસાફરોને હંગામી મુસાફર શેડ, એમ્બ્યુલન્સ, બેનર હોર્ડિંગ, પીવાનું પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે.

અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ, મંદિરથી ગબ્બર જવાનું ભાડું 9ને બદલે 20 રૂપિયા 2 - image


Google NewsGoogle News