Get The App

રાજ્યમાં હાઇવે પરની 27 હોટેલ પર નહીં ઊભી રહે ST બસ, જાણો કયા કારણે GSRTCએ પરવાના કર્યા રદ

Updated: Jan 23rd, 2025

GS TEAM


Google News
Google News
રાજ્યમાં હાઇવે પરની 27 હોટેલ પર નહીં ઊભી રહે ST બસ, જાણો કયા કારણે GSRTCએ પરવાના કર્યા રદ 1 - image


GSRTC Bus : ગુજરાતભરમાં દોડતી ST બસોના રૂટમાં હાઇવે પર આવેલી હોટેલો પર હોલ્ટ રાખવામાં આવતો હોય છે. જેમાં ઘણી હોટેલો પર બેફામ ભાવે વસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસ્લિમ માલિકો સંચાલિત હિન્દુ નામ વાળી હોટેલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મુસાફરો પાસેથી બેફામ લૂંટ કરતી 27 જેટલી હોટેલોના લાયસન્સ રદ કરાયા અને હવે આ હોટેલો પર ST બસ ઊભી રહેશે નહીં.

27 હોટેલોના પરવાના રદ 

રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિવહનની સેવા આપતી GSRTC બસોના અલગ-અલગ રૂટ પર હાઇવે પરની હોટેલો પર હોલ્ટ રખાય છે. જેમાં લાંબી મુસાફરી કરતાં લોકો સ્વખર્ચે ચા-નાસ્તા, ભોજન સહિતની સુવિધા હોટેલો પર મેળવી શકે. આ દરમિયાન રાજ્યના અમુક હાઇવે પર હિન્દુ નામ વાળી મુસ્લિમ માલિકો ધરાવતી 27 જેટલી હોટેલો સામે GSRTCએ કાર્યવાહી કરી છે. જેમાં આવી હોટેલોના GSRTCએ લાયસન્સ રદ કરીને હોટેલો પર બસ ઊભી રાખવાનો નિર્ણય કર્યો છે. 

રાજ્યમાં હાઇવે પરની 27 હોટેલ પર નહીં ઊભી રહે ST બસ, જાણો કયા કારણે GSRTCએ પરવાના કર્યા રદ 2 - image

આ પણ વાંચો: હવે રાજકોટમાં બુલડોઝર ફર્યું, 100 કરોડની જમીન પરથી દૂર કરાયું દબાણ, બનશે જીઆઈડીસી

રાજ્યના વિવિધ વિસ્તારોના હાઇવે પર આવેલી હોટેલો પર બેફામ લૂંટ થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈને ગુજરાત એસટી નિગમે આવી હોટેલો સામે કાર્યવાહી કરીને તેની યાદી જાહેર કરી હતી. જેમાં રાજકોટ, ભુજ, વડોદરા ડિવિઝન, ભરૂચ વિભાગ, સુરત-અમદાવાદ હાઇવે પર સ્થિત હોટેલોના પરવાના રદ કરવામાં આવ્યા. જેમાં સૌથી વધુ હોટેલો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની હોવાનું સામે આવ્યું છે. 


Tags :