ગુજરાતને મળી દેશની સૌથી સુરક્ષિત 20 વોલ્વો બસ, એરક્રાફ્ટ-સબમરીન જેવી સુવિધા હોવાનો દાવો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
GSRTC Volvo Buses Launch


GSRTC Volvo Buses Launch : રાજ્ય વાહન વ્યવહાર વિભાગની અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ 20 નવી વોલ્વો બસનું ગાંધીનગર ખાતે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી બસોને લીલી ઝંડી આપી હતી. અનેક સુવિધાઓથી સજ્જ નવી વોલ્વો બસ આજે ગુરુવારથી જ રાજ્યની જનતાની સેવામાં કાર્યરત થઈ ગઈ છે.

કયા શહેરોને ફાળવાઈ કેટલી બસ?

અમદાવાદના નહેરુનગરથી સુરત માટે આઠ બસ ફાળવાઈ છે. અને અમદાવાદના નહેરુનગરથી વડોદરા માટે પણ આઠ બસ ફાળવાઈ છે. જ્યારે અમદાવાદથી રાજકોટ માટે ચાર બસનું સંચાલન શરૂ કરી દેવાયું છે.

આ પણ વાંચો : મા અંબાના દર્શન કરી પરત ફરતાં માઈભક્તો માટે એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા, જોઈ લો આ મેપ

આ સુવિધા મળશે નવી બસમાં

47 બેઠકની સુવિધાવાળી નવી વોલ્વો બસમાં ખાસ પ્રકારની સીટ, સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી, ફાયર ડિટેક્શન અને પ્રોટેક્શન, સ્મોક ડિટેક્ટર એલાર્મ, મોબાઈલ ચાર્જિંગ, એલ.ઈ.ડી ટીવી સહિતની સુવિધા ઉપલબ્ધ છે.

ફાયર સેફ્ટીની ખાસ વ્યવસ્થા

બસમાં કોઈ કારણથી આગ લાગે કે ધુમાડો નીકળે તો તાત્કાલિક તેને અટકાવી શકાશે. જેના માટે બસમાં નાઈટ્રોજન ગેસ અને 250 લિટરની પાણીની બે ટેન્કની વ્યવસ્થા કરાઈ છે. બસની અંદર સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ થશે જેથી આગ કાબુમાં આવી જશે. અને મુસાફરો સુરક્ષિત બહાર નીકળી શકશે.

આ પણ વાંચો : વડોદરા પૂરગ્રસ્તોને સહાય મજાક સમાન, નથી થયો યોગ્ય સરવે, મૃતકો-ઘરવખરી માટે વળતર કેમ નહીં? : કોંગ્રેસ

મહિલા સુરક્ષા માટે ખાસ સુવિધા

બસમાં મહિલા મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બસમાં મુસાફરી દરમિયાન મહિલા સાથે કોઈ બનાવ બને તો બસમાં આપેલું ખાસ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનને જાણ થઈ જશે.         

હર્ષ સંઘવીનો મોટો દાવો 

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો દાવો છે કે નવી બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીન જેવી જ ફાયર સેફ્ટી છે. જેના કારણે આ નવી વોલ્વો બસ દેશની સૌથી સુરક્ષિત બસ છે. 

ગુજરાતને મળી દેશની સૌથી સુરક્ષિત 20 વોલ્વો બસ, એરક્રાફ્ટ-સબમરીન જેવી સુવિધા હોવાનો દાવો 2 - image


Google NewsGoogle News