Get The App

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ રીતે મળશે પ્રેક્ટિકલ પરીક્ષાની હૉલ ટિકિટ

Updated: Jan 27th, 2025


Google News
Google News
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ રીતે મળશે પ્રેક્ટિકલ પરીક્ષાની હૉલ ટિકિટ 1 - image


GSEB STD. 12 Science Practical Exam : રાજ્યમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી મહીનામાં શરુ થવાની છે, ત્યારે પરીક્ષાની હૉલ ટિકિટ આજે સોમવારથી ડાઉનલોડ કરી શકાશે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ રીતે મળશે પ્રેક્ટિકલ પરીક્ષાની હૉલ ટિકિટ 2 - image

આ પણ વાંચો: GSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરી માટે તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને અખબારી યાદી જાહેર કરી છે. જેમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 06 ફેબ્રુઆરી, 2025થી શરુ થશે. આ પ્રેક્ટિકલ પરીક્ષાની હૉલ ટિકિટ આજે 27 જાન્યુઆરીથી બોર્ડની ઓફિશ્યલ વેબસાઇટ hscsciexamreg.gseb.org પરથી ડાઉનલોડ કરી શકાશે.

Tags :