ધો.10માં ગણિત વિષય અને ધો.11માં પ્રવેશ અંગે અંગે GSEBની મહત્વની જાહેરાત, જાણો શું નિર્ણય કર્યો
GSEB Class-10 And 11 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10માં ગણિત વિષય અંગે અને ધોરણ-11માં પ્રવેશ અંગે મહત્વનો નિર્ણય કરાયો છે. GSEBના જણાવ્યા મુજબ ધોરણ-10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-A તેમજ ગ્રુપ-B અને ગ્રુપ-AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળેવી શકાશે. બોર્ડના જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓ ધોરણ-10માં બેઝિક ગણિતનો વિષય રાખશે, તેઓ વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મેળવી શકશે. આ નિર્ણયનો અમલ 2024-25 શૈક્ષણિક સત્રથી થશે.
ગણિત વિષયમાં બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઈ
બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ-2021-22થી ધો.10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું શરતોને આધિન ઠરાવેલું છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા કેટલી શરતોમાં સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં ધો.10ની જાહેર પરીક્ષાઓમાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
વર્તમાન અને સુધારેલી જોગવાઈ
વર્તમાન જોગવાઈની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ-10માં સ્ટાર્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કરશે તો તેઓ ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવહામાં પ્રવેશનો લાભ લઈ શકશે. સુધારેલી જોગવાઈઓની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધો.10માં સ્ટાર્ડડ અથવા બેઝિક ગણિત વિષય સાથે પાસ થયા છે, તેઓને ત્રણ વિકલ્પો અપાયા છે, જેમાં તેઓ ધો.11માં વિજ્ઞાન પ્રવાહ ગૃપ-એ અથવા ગૃપ-બી અથવા ગૃપ-એબીમાં પ્રવેશનો લાભ લઈ શકશે અથવા તો તેઓ ધો.11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.