Get The App

24 જૂનથી શરૂ થશે ધોરણ 10-12ની પૂરક પરીક્ષા, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર

Updated: May 24th, 2024


Google NewsGoogle News
24 જૂનથી શરૂ થશે ધોરણ 10-12ની પૂરક પરીક્ષા, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર 1 - image


Gujarat Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈને લેટેસ્ટ અપડેટ અપાઈ છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જે અનુસાર, 24 જૂનથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ 12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂનથી શરૂ થશે. 

બોર્ડ દ્વારા ટુંક સમયમાં વિષયવાર તારીખોનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે. ધોરણ 10માં એક, બે અથવા ત્રણ વિષય અને ધોરણ 12માં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાશે. ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 32,740 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં 25,628 ફોર્મ ભરાયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8,447 ફોર્મ ભરાયા છે. આમ કુલ 67,115 વિદ્યાર્થીઓએ ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આપશે. પૂરક પરીક્ષા 2024માં છૂટછાટની વાત કરીએ તો દરેક વિષયમાં ઓછામાં ઓછા 20% માર્કસ હોવા જોઈએ. તમે જે સ્કૂલમાં અથવા તમે જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરો છો તે સંસ્થા દ્વારા અથવા શાળા દ્વારા તમને પૂરક પરીક્ષા વિશે અગત્યની અને મહત્વપૂર્ણ માહિતીઓ આપી શકશે.

ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી સારા સમાચાર

બોર્ડના નવા નિયમથી તમામ વિદ્યાર્થીઓ જે 12માં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપવાની છે જે તેઓ સરળતાથી હવે નવા નિયમ મુજબ આપી શકશે. આ નિર્ણયથી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે ફાયદો થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા કોઈપણ વિદ્યાર્થી જે નાપાસ થયો છે તે આપી શકશે અને બેસ્ટ ઓફ 2 એટલે કે બંને પરીક્ષામાંથી વધુ માર્ક એને ગણીને બોર્ડનું પરિણામ ઠરાવવામાં આવશે. પૂરક પરીક્ષા સ્વરૂપે તેની આખી પરીક્ષા આપી હોય તો બિન્દાસ વિદ્યાર્થી આપી શકશે અને બોર્ડની પરીક્ષાને સરળતાથી પાસ કરી શકશે.   

gsebexam

Google NewsGoogle News