Get The App

GS Conclave: કચરાનો નિકાલ અત્યંત જરૂરી : એબેલોન એનર્જીના અર્જુન હાંડા

Updated: Jul 13th, 2022


Google NewsGoogle News
GS Conclave: કચરાનો નિકાલ અત્યંત જરૂરી : એબેલોન એનર્જીના અર્જુન હાંડા 1 - image

અમદાવાદ,તા.13 જુલાઈ 2022,બુધવાર

ક્લેરિસ લિમિટેડના એમડી અર્જુન હાંડાએ જણાવ્યું કે, 'રીન્યુએબલ એનર્જી-ગ્રીન એનર્જીની દિશામાં દેશની દરેક મલ્ટિનેશનલ કંપનીને એક ખાસ ગોલ આપવામાં આવ્યો છે. આપણી પાસે કચરો ભેગો આવે છે તેનો ઉપયોગ મર્યાદિત હોય છે. પરંતુ છૂટા પડેલા કચરામાંથી મળતા મેટલ, ગ્લાસ, પેપર સહિતની વસ્તુનો રીસાયકલ થઇને ઉપયોગ થઇ શકે એમ છે. આજે ભારતમાં કચરાનું પ્રમાણ ૮ કરોડ ટન છે. ૭ વર્ષ પછી આ પ્રમાણ ૧૬ કરોડ થઇ જશે. વેસ્ટ મેનેજમેન્ટ આવનારા સમયમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. ' 

GS Conclave: કચરાનો નિકાલ અત્યંત જરૂરી : એબેલોન એનર્જીના અર્જુન હાંડા 2 - image

- ગાંધી-સરદારની ભૂમિ પર ગુજરાતની પ્રગતિ આ જ રીતે યથાવત્ રહે તેવો વિદ્ધાસ છે

ગુજરાત કાર્ગો હેન્ડલિંગમાં અગ્રેસર છે સાથે ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, દિલ્હી-મુંબઇ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર ગુજરાતના માળખાગત વિકાસના પૂરાવા છે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે આપણું યુવા ધન સ્કિલ્ડ હોય. અલગ-અલગ કાર્યક્રમ દ્વારા ગુજરાત સરકાર દર વર્ષે અઢી લાખ યુવાનોને તૈયાર કરે છે. મા કાર્ડ, આયુષમાન કાર્ડથી સામાન્ય વ્યક્તિ નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવા મેળવતો થયો છે. ગુજરાતે બાળ મૃત્યુદરમાં ૫૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આજે દરેક જિલ્લામાં બ્લડ બેંક છે. શિક્ષણ, આવાસમાં પણ ગુજરાત અગ્રેસર છે. ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ચૂલામાં રસોઇથી મુક્તિ અપાવી છે. સાબરમતી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ ગુજરાતની અસ્મિતાને નવી ઊંચાઇએ લઇ જઇ રહ્યા છે. ગાંધીસરદારની ભૂમિ પર ગુજરાતની પ્રગતિ આ જ રીતે યથાવત્ રહે તેવો વિદ્ધાસ છે. '૨૦૦૧થી ૨૦૨૨ સુધીના નરેન્દ્ર મોદીના ૨૦ વર્ષના અભૂતપૂર્વ શાસનની સિદ્ધિઓને આ કોન્ક્લેવમાં ઉપસ્થિત તમામ વક્તાઓએ બિરદાવી તેમના પદાર્પણને ઉજાગર કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News