વડોદરાના લક્ષ્મીપુરામાં ધીંગાણું : બે યુવકોને કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ, પોલીસે 12ને પકડી લીધા

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
વડોદરાના લક્ષ્મીપુરામાં ધીંગાણું : બે યુવકોને કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ, પોલીસે 12ને પકડી લીધા 1 - image


Vadodara Crime News : વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે (શુક્રવારે) બપોરે નંબર પ્લેટ વગરની ત્રણ કારમાં આવેલા હુમલાખોરો દ્વારા બે યુવકોને ઉઠાવી જવાનો પ્રયાસ થતા ભાગદોડ મચી હતી.

લક્ષ્મીપુરાની માધવબાગ સોસાયટીમાં રહેતા સંતોષ ગીરી ઉર્ફે સાગરગીરી નબીનચંદ્ર ગીરીએ પોલીસને કહ્યું હતું કે, મધુરમ સોસાયટી, તાંદલજા પાછળ આયશા પાર્ક-2 માં રહેતા સાકીબ પટેલની કારની લે-વેચ મુદ્દે માથાકૂટ થતા ગાંધીનગરના ચિલોડાથી નંબર પ્લેટ વગરની ત્રણ સ્કોર્પિયો કારમાં આવેલા હુમલાખોરોએ મને તેમજ યુવરાજસિંહ મનુભા ગોહિલ (ગંગાનગર,ગોરવા) ને માર મારી કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. 

વડોદરાના લક્ષ્મીપુરામાં ધીંગાણું : બે યુવકોને કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ, પોલીસે 12ને પકડી લીધા 2 - image

દરમિયાનમાં ઝપાઝપી વખતે પોલીસ આવી જતા સ્થળ પરથી સંતોષ ગીરી અને યુવરાજસિંહ તેમજ ગાંધીનગરથી આવેલા દિપક કરમશીભાઈ રબારી અને વિહાભાઇ રબારી સહિત કુલ 12 જણાને અટકમાં લઇ 10 લાકડીઓ કબજે કરી હતી.


Google NewsGoogle News