વિસનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો-તોડફોડ, ટોળાને વિખેરવા ટિયરગેસના સેલ છોડાયા, પોલીસ કાફલો ખડકાયો
Group clash in Kamana village of Visnagar, Mehsana : મહેસાણાના વિસનગરના કમાણા ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. મામલો ઉગ્ર બનતા વિસનગર DySp અને મહેસાણા LCB, SOG સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પથ્થમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે ટિયરગેસ સેલ છોડવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે સાત લોકોને રાઉન્ડઅપ કરીને મામલો થાળે પાડ્યો હતો.
વિસનગરના કમાણા ગામે હોર્ન વગાડવાના મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ
મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના વિસનગરના કમાણા ગામે આજે (4 નવેમ્બર) વાહનના હોર્ન વગાડવાના મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, જેમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણની આ ઘટનામાં હિંસ પર ઉતરેલા ટોળાએ બાઈક, નજીકની વાડીમાં અને પંચાયતના નળને પણ નુકસાન કર્યું છે.
આ પણ વાંચો : દિવાળીના તહેવારોમાં માતમ: કચ્છમાં બે જ દિવસમાં ડૂબવાના કારણે ચાર લોકોના મોત, બે લાપતા
આ ઘટનામાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. જેમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઘટનાને લઈને ગામમાં અજંપાભરી સ્થિતિ ઉભી થઈ છે.