ગોંડલના ચોરડી ગામે વેરહાઉસમાંથી રૂપિયા 7.49 લાખની મગફળીની ચોરી
નાફેડે ગોડાઉનમાં ૧૫૮૭૬ બોરી મગફળીનો સંગ્રહ કર્યો હતો
કોઈ જાણભેદુ શખ્સો ૨૮૭ બોરી ચોરી જતાં નાફેડના અધિકારીએ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે હાલ ગોંડલ ગુંદાળા ચોકડી પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અરવીંદભાઈ રામકેશભાઈ મીણા (ઉ.વ.૩૦) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ તથા જસદણમા કેન્દ્રીય ભંડાર નીગમમાં સહાયક તરીકેના હોદા પર ફરજ બજાવે છે.તે પૈકી ચોરડી ગામે હરસિધ્ધી કેટરફીડ નામનુ ગોડાઉન કંપનીએ ૧૧ મહીનાના ભાડા પેટે રાખેલ છે. આ ગોડાઉનમાં નાફેડ દ્રારા મગફળીની ખરીદી કરીને ભરેલ હતી. ગોડાઉનં સુપરવાઈઝર તરીકે વિરપુરના રવીભાઈ મકવાણા, સીક્યુરીટી તરીકે ગોમટાના પ્રજ્ઞોશભાઈ દઢાણીયા અને વિરપુરના પ્રફુલભાઈ ચાવડા, જીવરાજભાઈ ચાવડા નોકરી કરે છે.જેની જવાબદારી જથ્થાની સારસંભાળ રાખવાની હોય છે. ગોડાઉનમા તા.૧૧/૦૨/ થી તા.૧૪/૦૨દરમિયાન મગફળીની ખરીદી કરી ૩૫ કિલો વજનની કુલ મગફળીની બોરી નંગ- ૧૫૮૭૬ ભરેલ હતી. તેઓએ ભાડે રાખેલ ગોડાઉનમાં નાફેડ દ્રારા મગફળી મુકવામાં આવેલ હતી જેની ત્યારથી જવારદારી તેઓની રહેતી હોય છે. કંપની દ્રારા ગોડાઉન ઉપર સીકયુરીટી તથા સુરપવાઇઝર તેમજ એરીયા મેનેજર રાખવામાં આવતા હોય છે.
ગઇ તા.૨૧/૦૪/૨૦૨૫ ના ફરિયાદીની કંપનીના સુપર વાઇઝર રવીભાઈ મકવાણાએ ફોન કરી જણાવેલ કે, ચોરડી ગામે આવેલ ગોડાઉનના દરવાજાના તાળુ તુટેલ છે અને બહાર મગફળી ઢોળાયેલ હોય તેવી જાણ કરતાં તેવો ગોડાઉન પર પહોંચેલ ત્યારે ત્યાં સીકયુરીટી સહિતનો સ્ટાફ હાજર હતો અને ગોડાઉન પર જોયેલ તો દરવાજાનુ તાળુ તુટેલ હતુ. મગફળી ગોડાઉન બહાર ઢોળાયેલ દેખાતી હતી જેથી ગોડાઉનમાંથી મગફળીની ચોરી થયાનું માલુમ પડયું હતું.
બાદમાં તપાસ કરતા કુલ ત્રણેય સ્ટેગમાંથી મળીને ૨૮૭ મગફળીની બોરીઓની ચોરી થયેલાનું જણાયેલ આવેલ હતું. જે એક બોરીની કિંમત રૂ.૨૬૧૦ હોય છે. તેઓએ સીકયુરીટી તથા અન્ય લોકોની પુછપરછ કરી, આજુબાજુ તપાસ કરેલ પણ કોઈ હકિકત મળેલ નહી, તેમજ આ બનાવ બાબતે સુપરવાઈઝર રવીભાઈ મકવાણાને પુછતા તેઓએ કહેલ કે, ગઇ તા.૧૯ ના ગોડાઉન પર આવેલ હતો, સાંજના સાડા છએક વાગ્યે ગોડાઉન બંધ કરી તાળુ મારી ઘરે જતો રહેલ હતો, આ વખતે ગોડાઉનમાં રહેલ સાતેય સ્ટેગની બોરીઓ બરાબર હોવાનુ જણાવેલ જેથી તા.૧૯ થી તા.૨૧ ના સવારના દરમ્યાન ચોરી થયેલ હોય જેથી કુલ રૂ.૭.૪૯ લાખની મગફળી ભરેલ બોરીઓની ચોરી થતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી લેવા સ્થાનિક પોલીસે ઉપરાંત એલસીબીએ તપાસ હાથ ધરી છે.