VIDEO: ચોટીલામાં 100 ઘોડેસવાર જાનૈયાઓ સાથે નીકાળી જાન
Chotila News : સુરેન્દ્રનગરના ચોટીલામાં ખાચર દરબાર પરિવારના લગ્ન પ્રસંગે રજવાડી ઠાઠ સાથે જાન નીકાળવામાં આવી હતી. જેમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી 100 ઘોડેસવારો સાથે વરરાજાની જાન નીકાળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
100 ઘોડેસવારો સાથે નીકળી વરરાજાની જાન
ચોટીલાના ખેરડીના મહાવીર ખાચર નામના યુવકના મુળ પીપળિયા ધાધલ ગામની યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા. જેઓ હાલ ચોટીલા ખાતે રહે છે. મહાવીર ખાચરે પોતાના લગ્ન પ્રસંગે અલગ જ પ્રકારે જાન નીકાળવાનું નક્કી કર્યું હતું, જેમાં રજવાડી ઠાઠ અને પહેરવેશમાં 100 ઘોડાઓ સાથે જાન નીકાળવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, 20મીએ બજેટ રજૂ કારશે
ખાચર પરિવારના યુવકની જાન ખેરડીથી ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર 100 ઘોડેસવાર જાનૈયાઓ સાથે જાને નીકાળતા એક અલગ જ નજરાણું જોવા મળ્યું હતું.