ગ્રીષ્મા હત્યા કેસઃ પુત્રીની હત્યા નજરે જોનાર માતાએ પ્રસૂતિથી પણ વધુ પીડા ભોગવી છે
સરકારપક્ષે નજરે જોનાર, ઈજાગ્રસ્ત સાક્ષીઓની જુબાની, સાંયોગિક, એક્સ્ટ્રા જ્યુડીશ્યલ કન્ફકેશન, ગુનાઈત વર્તણુંકના મુદ્દે દલીલો હાથ ધરી
સુરત
સરકારપક્ષે નજરે જોનાર, ઈજાગ્રસ્ત સાક્ષીઓની જુબાની, સાંયોગિક, એક્સ્ટ્રા જ્યુડીશ્યલ કન્ફકેશન, ગુનાઈત વર્તણુંકના મુદ્દે દલીલો હાથ ધરી
ગ્રીષ્મા
વેકરીયા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણી વિરુધ્ધની સ્પીડી ટ્રાયલ દરમિયાન આજે
સરકારપક્ષે આખો દિવસ ફરિયાદપક્ષના કેસના વિવિધ પુરાવા અને સાક્ષીઓની જુબાની
સંદર્ભે અંતિમ દલીલો હાથ ધરી હતી.જે આજે કોર્ટ એડજર્નના સમયે અધુરી રહેતા મુખ્ય
જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે સરકારપક્ષની વધુ દલીલો આવતીકાલે તા.1 લી એપ્રિલ
સુધી મુલત્વી રાખી છે.
કામરેજ-પાસોદરાના બહુચર્ચિત ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની આજની ન્યાયિક કાર્યવાહીની મુદત દરમિયાન સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આ ઘટનાને નજરે જોનાર આઠ સાક્ષી તથા ઈજાગ્રસ્ત સાક્ષીઓની જુબાની સંદર્ભે દલીલો હાથ ધરી હતી.આ ઘટનાને નજરે જોનાર,ઈજાગ્રસ્ત સાક્ષીઓને અન્ય સમર્થનકારી પુરાવાની જરૃર ન હોઈ તેમની જુબાની ન માનવાને કોઈ કારણ ન હોવાનું સરકારપક્ષે જણાવ્યું હતુ.વધુમાં આ ઘટનામાં ભોગ બનનાર ગ્રીષ્માના માતા વિલાસબેને પોતાની કૂખમાં જેને નવ મહીના પાળીને પ્રસૂતિની પીડા વેઠીને જન્મ આપ્યો હોય તે પુત્રીને નજર સામે મરતી જોવાની વસમી પીડા આજીવન વેઠવી પડે તેમ છે.મૃત્તકના ફરિયાદી ભાઈ ધુ્રવે પણ પોતાની જુબાનીમાં તેની માતા ઘરકામ અને સીવણકામ કરતાં હોવાનું જણાવ્યું છે.પરંતુ તેની માતા પોતાની મૃત્તક પુત્રીના સ્વપનાને સેવી શકવાને બદલે નજર સામે દમ તોડતી જોવાનો વારો આવ્યો છે.
તદુપરાંત મૃત્તકના ઈજાગ્રસ્ત ભાઈ,કાકા સુભાષભાઈ વગેરેની જુબાની પરથી પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થન મળ્યું છે.જેના સમર્થનમાં એફએસએલના પુરાવા,આરોપીની ગુના માટેની પુર્વતૈયારી,ઘટના સ્થળ પરથી હાજરી,આરોપીના એક્સ્ટ્રા જ્યુડીશ્યલ કન્ફેશન,આરોપીની ગુનાઈત વર્તણુંક સંબંધે પણ સરકારપક્ષે પોતાના કેસ પુરવાર કર્યો હોવાની રજૂઆત કરી હતી.આરોપી ફેનીલ આ ઘટના બાદ પોતાને ચપ્પુના ઘા મારીને આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસનું નાટકથી કેસ કાર્યવાહી દરમિયાન કોર્ટ રૃમમાં બેભાન થવાની વર્તણુંકથી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે.આરોપીએ ત્યારબાદ પોતાના સંબંધીને પોતાને ત્યાંથી લઈ નહીં જાવ તો આ લોકો મારી નાખશે તેવો ફોન કરીને તથા પોલીસે પણ પીસીઆરવાન બોલાવવાનું જણાવ્યું હતુ.જેથી આરોપી પોતાના ગુના બદલ પસ્તાવો કરવાને બદલે લોકોની સહાનુભૂતિ મેળવવાનું નાટક કર્યું છે.આમ આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાઈત માનસિકતા ધરાવતો હોવાના પ્રત્યક્ષ દાર્શનિક અને પરોક્ષ સાંયોગિક પુરાવા હોવાનું સરકારપક્ષે જણાવ્યું હતુ.