Get The App

Road Show: વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો, લોકોની ભીડ ઉમટી

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
Road Show: વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો, લોકોની ભીડ ઉમટી 1 - image


PM Modi and Spain PM Road Show in Vadodara: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં રોડ શો કરવામાં આવ્યો હતો. તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરામાં ટાટા એરક્રાફ્ટના ઉદ્ઘાટન પૂર્વે  વડોદરા એરપોર્ટ વિમાની મથકથી કાર્યક્રમના સ્થળ સુધી બંને પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો, આ દરમિયાન રસ્તામાં ઠેર ઠેર બંને પ્રધાનમંત્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  કેટલીક જગ્યાએ તો ભારતીય સંસ્કૃતિ મુજબ બોલ નગારા ત્રાસા તેમજ ગરબા નું આયોજન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Road Show: વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો, લોકોની ભીડ ઉમટી 2 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (28 ઓક્ટોબરે) વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે. 

Road Show: વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો, લોકોની ભીડ ઉમટી 3 - image

Road Show: વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો, લોકોની ભીડ ઉમટી 4 - image

એરક્રાફ્ટ ફેસિલિટી એસેમ્બલી ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે

24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 56 C295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL, TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) MoD/IAF માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર (IAC) છે અને તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યા છે.

Road Show: વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો, લોકોની ભીડ ઉમટી 5 - image

"મેક ઇન ઇન્ડિયા" અને "આત્મનિર્ભર ભારત" પહેલને સમર્થન મળશે 

આ પ્રોજેક્ટમાં કોમ્પોનન્ટ્સ અને પેટા-સિસ્ટમના સપ્લાય માટે કેટલાક ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે સહયોગ કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટની સ્વદેશી સામગ્રીમાં નોંધપાત્ર વધારો થવાથી ભારત સરકારની "મેક ઇન ઇન્ડિયા" અને "આત્મનિર્ભર ભારત" પહેલને સમર્થન મળશે અને આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે.

સ્પેનના વડાપ્રધાનને ભોજનમાં ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે

મળતી માહિતી અનુસાર પેડ્રો સાન્સેઝ અને તેમના પત્નીને શાહી ભોજનમાં ખાસ કરીને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ભોજનમાં સ્ટાર્ટરમાં મિક્સ ફ્રુટ સલાડ, વેજ સલાડ, સ્પાઈસી કર્ડ (મસાલા દહીં)જેવી વાનગીઓ મેઇન કોર્સમાં ઢોકળા, હાંડવી, ભજીયા, કચોરી, પુરી-રોટલી, ખીચડી-કઢી, રિંગણ-વટાણનું શાક, ટીંડોળા-કાજુનુ શાક, ભીંડીના રવૈયા, છાસ અને વિવિધ પ્રકારની ચટણીઓ પીરસવામાં આવશે. મીઠાઈમાં મગનીદાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી પીરસવામાં આવશે.


Google NewsGoogle News