યુવા પેઢીને વડીલોનું મહત્વ સમજાવવા સ્કૂલોમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે મનાવો
- બે જનરેશન વચ્ચે લિન્કીંગ માટે વાર્તા-કથન, રમતગમતની પ્રવૃત્તિ યોજવા તમામ સ્કૂલોને શિક્ષણાધિકારીને સૂચના
સુરત
સોશ્યલ મીડીયાના કારણે આજે જનરેશન ગેપ વધુ જોવા મળી રહ્યો છે ત્યારે આજના યુવા પેઢીઓ વડીલોનું, પરિવારજનોનું મહત્વ સમજે, તેમણે સમાજમાં આપેલ યોગદાન, જ્ઞાાન અને સ્ક્રીલને જાણી શકે તે માટે રાજય સરકારના આદેશથી સુરત શહેર અને જિલ્લાની દરેક સ્કુલોમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નું આયોજન કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ સુચના આપી હતી.
દર વર્ષ ૧ લી ઓકટોબરે આંતરરાષ્ટ્રીય વુદ્વ, વડીલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ડે ઉજવવાનો મુખ્ય હેતુ વડીલોએ સમાજને આફેલ પ્રદાનને ધ્યાને લેતા વડીલોનો આદર, તેમના પ્રત્યે સહાનુંભુતિ અને તેઓની સુખાકારી સુનિશ્રિત કરવાનો છે. આ વાતને ધ્યાને લઇને કેન્દ્વ સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દાદા-દાદી, નાના- નાની દિવસ ઉજવવા આદેશ કરાયો છે. આદેશના પગલે રાજય સરકાર દ્વારા આગામી ૨૪ થી ૩૧ ઓકટોબર તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવવાનો આદેશ કરાયો છે. આ આદેશના પગલે સુરત જિલ્લા અને સુરત શહેર પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ તમામ સ્કુલોને આદેશ કર્યો છે.
આ ડે દરમ્યાન બે જનરેશન વચ્ચેના લિંકીગ માટે વાર્તા-કથન, રમતગમત જેવી પ્રવૃતિઓનું આયોજન કરવુ. વડીલોની આદરની ભાવના વ્યકત થતી હોય તેવી બાબતો સવારની પ્રાર્થના સભામાં રજુ કરવી. શૈક્ષણિક સંસ્થાઓમાં એવા નિયમિત સેશનનું આયોજન કરવુ. જેમાં વિદ્યાર્થીઓ અને વડીલો વિવિધ બાબતોનું આદાન-પ્રદાન કરી શકે. જેમકે વાર્તા, પુરાણી વાતો, ઇતિહાસનું શેરીગ કરવુ, ટ્રેડીશનલ ક્રાફટ શીખવવુ.જેના દ્વારા વિદ્યાર્થીઓમાં વડીલોના અનુભવો અને જ્ઞાાનનો આદર સાથે સ્વીકાર કરવાની ભાવના કેળવાય.
પ્રતિજ્ઞા લેવડાવો, હું જીવન પર્યંત
પરિવાર, સમાજ અને વડીલ પ્રત્યે સન્માન રાખીશ અને તેમની સંભાળ
રાખીશ
ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નિમિતે સ્કુલમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ માટે પ્રતિજ્ઞા લેવડાવવાની પણ સુચના આપવામાં આવી છે. સાથે જ આ પ્રતિજ્ઞા વધુને વધુ લોકો, વિદ્યાર્થીઓ વાંચી શકે તે મુજબ ડીસ્પેલેમાં રાખવાની રહેશે. આ પ્રતિજ્ઞામાં હું જીવન પર્યન્ત પરિવાર, સમાજ અને વડીલનું સન્માન કરીશ અને તેમની સંભાળ રાખીશ. તેમના અધિકારો, હિતો વિશે જાગૃકતા રહે અને વડીલો સાથે દુવ્યવહાર ની વિરુદ્ર લડત ચલાવવા હંમેશા કટીબદ્વ રહીશ.