Get The App

GPSCની વિવિધ પોસ્ટ માટે આજથી અરજીની તારીખ શરુ, જાણો પ્રક્રિયા અને તમામ વિગતો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
GPSC Recruitment


GPSC Recruitment For 450 Posts: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ પદો માટે ભરતી શરુ થઈ ચૂકી છે. GPSCની એસટીઆઇ અને વિવિધ સહિત કુલ 450 પોસ્ટ માટે અરજી પ્રક્રિયા આજથી શરુ થઈ ચૂકી છે. GPSCમાં ભરતી માટે 12 ઑગસ્ટે બપોરે એક વાગ્યાથી 31 ઑગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. GPSC ભરતીની સત્તાવાર જાહેરાત આ લિંક પરથી મેળવી શકો છો. ભરતી માટે વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકાશે.

આ કેટેગરીમાં ભરતી થશે

નાયબ બાગાયત નિયામક, ક્લાસ-1: 02 જગ્યાઓ 

સાયન્ટિફિક ઑફિસર(ફોરેન્સિક સાયકોલૉજી જૂથ),ક્લાસ-2: 02 જગ્યાઓ

ટૅક્નિકલ એડવાઇઝર, ક્લાસ-1: 01 જગ્યાઓ

વીમા તબીબી અધિકારી (આયુર્વેદ), ક્લાસ-2: 09 જગ્યાઓ

લેક્ચરર(સિલેકશન સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા ક્લાસ-1: 0૫ જગ્યાઓ

લેક્ચરર(સિનિયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સેવા ક્લાસ-1: 06 જગ્યાઓ

પેથોલૉજિસ્ટ (તજજ્ઞ સેવા), ક્લાસ-1: 14 જગ્યાઓ

મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા), ક્લાસ-1: 22 જગ્યાઓ

આ પણ વાંચોઃ ઓલિમ્પિકમાં રમનારા ખેલાડીઓને સરકારી નોકરી કેવી રીતે મળે છે? જાણો નિયમો અને પે ગ્રેડ

માઇક્રો બાયોલૉજિસ્ટ (તજજ્ઞ સેવા), ક્લાસ-1: 16 જગ્યાઓ

પેથોલૉજિસ્ટ, ક્લાસ-1, કા.રા.વિ.યો.: 02 જગ્યાઓ

રાજ્ય વેરા નિરીક્ષક, ક્લાસ-3: 300 જગ્યાઓ

આસિસ્ટન્ટ મેનેજર, ક્લાસ-3 (GSCSCL): 18 જગ્યાઓ

મદદનીશ ઇજનેર (સિવિલ), ક્લાસ-2 (GMC): 16 જગ્યાઓ

હેલ્થ ઑફિસર, ક્લાસ-2(GMC): 06 જગ્યાઓ

મદદનીશ ઇજનેર (વિદ્યુત), ક્લાસ-2 (GMC): 02 જગ્યાઓ

જુનિયર ટાઉન પ્લાનર, ક્લાસ-2(GMC): 11 જગ્યાઓ

અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), ક્લાસ-3(GMC): 11 જગ્યાઓ

સ્ટેશન ઑફિસર, ક્લાસ-3(GMC): 07 જગ્યાઓ

આ રીતે પસંદગી થશે

GPSC દ્વારા આ પોસ્ટ માટે ત્રણ પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે. જેમાં પ્રાથમિક અને મુખ્ય કસોટી ઉપરાંત ઇન્ટરવ્યુ સામેલ છે. જુદી-જુદી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પણ જુદી-જુદી છે. જેમાં ક્લાસ 1 અને અમુક ક્લાસ 2 કેટેગરીમાં અનુભવ પણ જરૂરી છે. જ્યારે ક્લાસ-3 અને ક્લાસ-2ની અમુક કેટેગરીમાં અનુભવની જરૂર નથી.

GPSCની વિવિધ પોસ્ટ માટે આજથી અરજીની તારીખ શરુ, જાણો પ્રક્રિયા અને તમામ વિગતો 2 - image

 GPSCની વિવિધ પોસ્ટ માટે આજથી અરજીની તારીખ શરુ, જાણો પ્રક્રિયા અને તમામ વિગતો 3 - image


Google NewsGoogle News