ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ફિક્સ પગારમાં કોઈ વધારો નહીં, હજારો અરજીઓ મળી
Gujarat Assembly : ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાનની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગ ઊઠી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે સોમવારે તારાંકીત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારની ફિક્સ પગારની નીતિ મુદ્દે સવાલો કર્યા હતા. જેને લઈને નાણાં મંત્રી કનુ દેસાઈએ જવાબમાં ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારા અને સરકારને મળેલી અરજીઓ મામલે જણાવ્યું હતું.
વિધાનસભામાં ફિક્સ પગારની નીતિ મામલે સરકારને સવાલો
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય શૈલેષ પરમારે ફિક્સ પગારની નીતિ મામલે સરકારને સવાલો કર્યા હતા. જેમા તેમણે કહ્યું હતું કે, 'રાજ્યમાં ફિક્સ પગારની નીતિ ક્યારથી અમલમાં છે? ફિક્સ પગાર હેઠળના કર્મચારીઓના ફિક્સ પગારમાં છેલ્લે ક્યારે વધારો કરવામાં આવ્યો? અને છેલ્લા બે વર્ષમાં ફિક્સ પગારમાં વધારો કરવાને લઈને કેટલી રજૂઆત આવી છે?'
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા સત્રનું જીવંત પ્રસારણ કરવા કોંગ્રેસની રજૂઆત, 28 રાજ્યમાં થાય છે LIVE
ધારાસભ્યના સવાલો સામે નાણાં મંત્રીએ જવાબ આપતા કહ્યું કે, 'રાજ્યમાં 15 ફેબ્રુઆરી 2005ની સ્થિતિથી ફિક્સ પગારની નીતિ અમલમાં છે. નાણાં વિભાગના 18 ઓક્ટોબર, 2023ના ઠરાવથી 01 ઓક્ટોબર 2023ની અસરથી ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ફિક્સ પગારમાં વધારો કરવા 5228 અરજીઓ સરકારને મળી છે.