Get The App

રાજ્યમાં જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે સરકારને 61% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી નિર્ણય : રાજ્ય સરકાર

Updated: Jan 22nd, 2025


Google News
Google News
રાજ્યમાં જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે સરકારને 61% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી નિર્ણય : રાજ્ય સરકાર 1 - image


Rushikesh Patel Statement on Jantri : ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટ બેઠક મુદ્દે માહિતી આપવામાં આવી હતી જેમાં આવનાર રાજ્યના વર્ષ 2025-26ના બજેટ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં કુલ 27 બેઠક થશે અને કામકાજના 26 દિવસો રહેશે. 20 નવેમ્બર 2024ના રોજ, જાહેર હિતમાં ઓનલાઇન ઓફલાઇન વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં શહેરમાંથી 5400 અને ગ્રામ્યમાંથી 5600 વાંધા અરજીઓ આવી છે. 11,046 અરજીઓ મળી છે જેમાં 61% જેટલી અરજીઓ જંત્રીના રેટ ઘટાડવાની મળી છે. 

જ્યારે જંત્રીના દર વધારે છે એવી 1753 અરજી કરવામાં આવી છે. એટલું જ નહીં જંત્રીના દર ઓછાથી વધારવાની પણ અરજીઓ પણ મળી છે. તમામ અરજીઓને કમિટી સલાહ સૂચન સાથે વિગતે રાજ્ય સરકારને મોકલશે. ત્યારબાદ આગામી દિવસોમાં જંત્રીને લઈને અંતિમ નિર્ણય લેવાશે. 

આ પણ વાંચો: જંત્રીના સૂચિત ભાવ વધારાની નીતિથી મધ્યમ વર્ગની હાલત કફોડી, મિલકતો હજુ મોંઘી થશે

ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારને મળેલા વાંધા સૂચનો પર ચર્ચા કરીને પછી જંત્રી મુદ્દે નિર્ણય લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે જિલ્લા લેવલે સ્ક્રૂટીની થયા બાદ આ અરજીઓ મળી છે. રાજ્ય કક્ષાએ આખરી થયેથી આની જાહેરાત કરવામાં આવશે.

ભાજપના ધારાસભ્ય અરવિંદ લડાની દ્વારા કરવામાં આવેલા આક્ષેપ જેમાં રાજકોટમાં મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ મુદ્દે ફરિયાદની ગ્રેવીટી જોયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી થવાની હતી જેમાં બનાસકાંઠા જિલ્લાનું નવસર્જન થતાં અને ખેડા જિલ્લા પંચાયતના નડિયાદ મહાનગરપાલિકામાં 10 જેટલાં ગામો ભળી જતાં પુન:ગઠન થવાનું હોઈ ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.

Tags :
State-GovernmentRushikesh-PatelCabinet-MeetingJantri-price

Google News
Google News