ખેડૂતો માટે ખાસ: સ્માર્ટફોન સહાય સહિત ત્રણ યોજના માટે આ તારીખથી કરી શકાશે ઓનલાઈન અરજી
Gujarat Govt Scheme for Farmers: ગુજરાત સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને 18મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે.આઇ-ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ કરી શકાશે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું
ખેતી નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા ઘર આંગણેથી જ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
સ્માર્ટફોન સહાય યોજના
સ્માર્ટફોન સહાય યોજનામાં પહેલા લાભાર્થીને 10% સબસીડી આપવામાં આવતી હતી. પરંતુ હવે તે વધાવીને 40% કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મહત્તમ 6000 રૂપિયા સુધીની સહાય મળે છે. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40 ટકા સહાય અથવા રૂપિયા 6000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના
ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેતરમાં જ નાગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે. આ યોજના દ્વારા ખેડૂતોના પાક અને બિયારણને વરસાદથી રક્ષણ મળે છે, જેના કારણે પાક ખરાબ થતો નથી. આ યોજના હેઠળ ખેડૂતોને પોતાના ખેતરમાં ન્યૂનતમ 330 ચો.ફૂટ વિસ્તારમાં ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકાર એક જ તબક્કામાં 50,000 રૂપિયાની સહાય આપે છે. જેથી ખેડૂતોએ તેમના ભાગે શેડમાં સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે.