એસબીઆઈ, બીઓબી સહિત ત્રણ સરકારી બેન્કોમાં નોકરી મેળવવાની તક, આ રીતે કરો અરજી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
Bank Jobs

Image: Envato



Government Jobs vacancy: બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુકો માટે મહત્ત્વની જાહેરાતો આવી છે. ટોચની સરકારી બેન્ક એસબીઆઈ સહિત ત્રણ બેન્કો કાયમી અને કોન્ટ્રાક્ટ ધોરણે ભરતી કરવાની જાહેરાત કરી છે. એસબીઆઈમાં સ્પેશ્યાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે 20 જગ્યા, બીઓબીમાં વિવિધ પોસ્ટ માટે કુલ 627 જગ્યા અને પીએનબીએ પણ કોન્ટ્રાક્ટ ધોરણે એપ્રેન્ટિસની પોસ્ટ માટે 2700 જગ્યા માટે અરજી શરૂ થઈ ચૂકી છે.

એસબીઆઈ ભરતી

એસબીઆઈ દ્વારા દેશભરમાં ડેપ્યુટી મેનેજર માર્કેટિંગ, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ, આસિસટન્ટ વાઈસ પ્રેસિડન્ટ, મેનેજર અને ડેપ્યુટી મેનેજરની પોસ્ટ માટે કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા 3 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ, 2024 છે. 

શૈક્ષણિક લાયકાતઃ ડેપ્યુટી માર્કેટિંગ-ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ માટે માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી એમબીએ કે પીજીડીએમ કરેલો હોવો જોઈએ. માર્કેટિંગ અને ફાઈનાન્સમાં સ્પેશ્યલાઈઝેશનને પ્રાધાન્ય મળશે. અન્ય પોસ્ટ માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્પ્યુટર સાયન્સ-ઈલેક્ટ્રોનિક્સ ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં બીઈ-બીટેક જરૂરી છે.

અરજી કરવાની પ્રક્રિયા અને ફીઃ એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ https://recruitment.bank.sbi/crpd-sco-2024-25-11/apply પરથી અરજી કરી શકાશે. જેમાં જનરલ, ઈડબલ્યૂ અને ઓબીસી માટે રૂ. 750 ફી છે. જ્યારે એસસી, એસટી, અને પીડબ્લ્યૂબીડી ઉમેદવારો માટે કોઈ ફી નથી.

બેન્ક ઓફ બરોડા

બેન્ક ઓફ બરોડાએ વિવિધ પોસ્ટ માટે કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત 627 ભરતી માટે અરજી પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 12 જુલાઈ છે. જેમાં લેખિત પરિક્ષા અને ઈન્ટરવ્યૂના ધોરણે ભરતી કરવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી

કાયમી ભરતી માટે https://bankapps.bankofbaroda.co.in/BOBRECTMNT2024/ વેબસાઈટ પર જ્યારે કોન્ટ્રાક્ટ ભરતી માટે https://bankapps.bankofbaroda.co.in/BOBRECT_CONT2024/ વેબસાઈટની મુલાકાત લઈ તેમાં તમને અનુકૂળ વિભાગની પસંદગી કરો. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. બાદમાં એપ્લિકેશન ફી ચૂકવી અરજી સબમિટ કરો. શૈક્ષણિક લાયકાત પોસ્ટ આધારિત જુદી-જુદી રહેશે.

પંજાબ નેશનલ બેન્ક

પંજાબ નેશનલ બેન્ક વિવિધ રાજ્યોમાં વિવિધ જગાઓ માટે 2700 એપ્રેન્ટિસની ભરતી કરવા જઈ રહી છે. 20થી 28 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ 14 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે. ઉમેદવાર કોઈપણ ક્ષેત્રે સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ, લેખિત પરિક્ષા દ્વારા મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. જેમાં અરજી ફી રૂ. 944 (Gen/ OBC/ EWS), રૂ. 708 (SC/ ST/ Female) અને રૂ. 472 (PWD) છે. આ https://bfsissc.com/panel/user/register વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓનલાઈન અરજી કરી શકાશે.

  એસબીઆઈ, બીઓબી સહિત ત્રણ સરકારી બેન્કોમાં નોકરી મેળવવાની તક, આ રીતે કરો અરજી 2 - image


Google NewsGoogle News