Get The App

સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો'

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો' 1 - image


AAP Leader Gopal Italia say Amerelikand : 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એક વાર અમરેલીની પાટીદાર યુવતીને અન્યાયના મુદ્દે સુરત ફરી એક વાર એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. થોડા દિવસથી અમરેલીની પાટીદાર યુવતીની ધરપકડ અને અન્યાય બાદ આવેદનપત્ર અને દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પાલિકાના વિપક્ષ દ્વારા સુરતના પાટીદાર બહુમતીવાળા એવા વરાછા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા યોજી હતી અને અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી હતી.

આ ઉપરાંત ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે જનસભા સંબોધતા સમયે જ સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. ગુજરાતમાં બનતી અનેક ઘટનામાં ન્યાય ન અપાવી શક્યાનું જણાવી ગોપાલ ઇટાલિયાએ માફી માંગવા સાથે સ્ટેજ પર પોતાને પટ્ટા મારીને આશ્વર્યજનક કાર્યક્રમ આપ્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે. 

સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો' 2 - image

ગુજરાતના અમરેલીમાં લેટર કાંડ બાદ પાટીદાર યુવતી સામે થયેલી પોલીસની કામગીરી બાદ સુરત સહિત ગુજરાતમાં પડધા પડી રહ્યા છે તેમાં પણ યુવતીએ ધારાસભ્યને લખેલા પત્ર બાદ ગુજરાતભરતમાંથી પાટીદાર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગત સપ્તાહમાં સુરતમાં આવેદનપત્ર આપવા સાથે વરાછા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આજે  સુરતના વરાછા વિસ્તારમાં આપ દ્વારા એક સભાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં અનેક ઘટના બની છે તેમાં તેઓ લોકોને ન્યાય અપાવી શક્યા નથી તેથી લોકોની માફી માંગીને લોકોના આત્માને જગાડવા માટે સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા.

સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો' 3 - image

તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીક કાંડ જેવી અનેક ઘટનાઓ સામે ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે તેવું જણાવ્યું હતું. ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાની જાતને પટ્ટા મારતા સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.



Google NewsGoogle News