ગૂગલ મેપે ફરી લોચો માર્યો! ગુજરાતથી જિમ કોર્બેટ પાર્ક જતાં ટુરિસ્ટને ખાડામાં પહોંચાડી દીધા
Google Map: ગુજરાતના પાલનપુરથી જિમ કાર્બેટ પાર્ક ફરવા જઈ રહેલા પરિવારની કાર ગૂગલ મેપના ખોટા લોકેશનના કારણે ખાડામાં ફસાઈ ગઈ હતી. કાર નગીનાના મઝલેટા બજારમાં પહોંચ્યા બાદ પાણી પુરવઠા વિભાના ખોદેલા ખાડામાં ફસાઈ ગઈ. બાદમાં લગભગ એક કલાકની મહેનત બાદ સ્થાનિકોએ કારને ખાડામાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા તેઓને હરિદ્વાર-કાશીપુર હાઇવે પહોંચાડી નૈનીતાલ જવા માટે રવાના કર્યા હતા.
કાર ચાલકે સમગ્ર ઘટના વિશે કહ્યું કે, ગૂગલ મેપે અમને ખોટો રસ્તો બતાવીને ભટકાવ્ચા હતા. હું પરિવાર સાથે કાર દ્વારા જિમ કાર્બેટ પાર્ક ફરવા જઈ રહ્યો હતો. ટુરિસ્ટ કારમાં ત્રણ મહિલા સહિત છ લોકો સવાર હતા. અમે ગૂગલ મેપની મદદથી દિલ્હી થઈને હરિદ્વાર-કાશીપુર ફોરલેનથી જઈ રહ્યા હતા.
સાંકડા રસ્તામાં ફસાઈ ગઈ કાર
નગીના બાઇપાસથી ગૂગલ મેપ દ્વારા ખોટો રસ્તો બતાવવાના કારણે તેમની કાર મંગળવારે બપોરે બે વાગ્યે નગીનામાં મહોલ્લા મઝલેટા બજાર પહોંચી ગઈ. આ દરમિયાન તેઓની કાર પાણી પુરવઠા વિભાગ દ્વારા ખોદકામ કરાયું હતું તેવા સાંકડા રસ્તામાં ફસાઈ ગઈ. લગભગ એક કલાક સુધી પરિવાર પરેશાન થયો અને બાદમાં સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી. ધીમે-ધીમે કારને બજારની બહાર કાઢવામાં આવી અને બાદમાં સ્થાનિક લોકોએ તેઓને હરિદ્વાર-કાશીપુર હાઇવે સુધી પહોંચાડવામાં મદદ કરી.
બરેલીમાં પણ થયો હતો અકસ્માત
આ પહેલા 24 નવેમ્બરે બરેલીના દાતાગંજ-ફરીદપુર વચ્ચેના પુલ પરથી કાર પડી જતાં ત્રણ યુવકોના મોત થયા હતા. આ લોકો પણ ગૂગલ મેપ પરથી જોઈને આગળ વધ્યા હતા. ફરુખાબાદના નીતિન, અજિત, અમિત ગૂગલ મેપની મદદથી કારમાં ફરીદપુર (બરેલી) જઈ રહ્યા હતા. મુડા ગામ પાસે રામગંગા પર અધૂરા પુલને કારણે રસ્તો બંધ હતો, છતાં તે નકશામાં સરળ દેખાતો હતો. ત્યાંની ઈંટની દિવાલ પણ કેટલાક ગ્રામજનો દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ વાતથી અજાણ યુવક આગળ વધી ગયો હતો અને પૂરપાટ ઝડપે આવતી કાર બ્રિજ પરથી પડી જતાં ત્રણેયના મોત થયા હતા. જોકે, આ વિશે ઘણાં પૂલ પર યોગ્ય ચેતવણી સાથે તેને બંધ ન કરવાની બાબતે સત્તાધીશોને પણ જવાબદાર જણાવી રહ્યા છે.