સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવાઈ
આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપી
Image : Wiki |
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપી હતી.
આ 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી
સૌરાષ્ટ્રવાસીઓ માટે લાંબા અંતરની 6 ટ્રેનો લંબાવાઈ છે જેમાં ટ્રેન નં. 19421/22 અમદાવાદ - પટના એક્સપ્રેસ, ટ્રેન નં. 22967/68 અમદાવાદ - પ્રયાગરાજ એક્સપ્રેસ, ટ્રેન નં. 19413/14 અમદાવાદ - કોલકાતા એક્સપ્રેસ, ટ્રેન નં. 11049/50 અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ, ટ્રેન નં. 22137/38 નાગપુર - અમદાવાદ એક્સપ્રેસ તેમજ ટ્રેન નં. 12917/18 અમદાવાદ - હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળે તે માટે આ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ પોતાના સોશ્યલ મીડિયા X (ટ્વિટર) પર શેર કરી હતી.