ગોંડલમાં અસામાજિક તત્ત્વોનો આતંકઃ સરપંચ પુત્રોએ લોખંડની પાઇપ વડે યુવકને માર્યો ઢોરમાર
Gondal Crime: ગુજરાતમાં અવાર-નવાર અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળે છે. એવામાં હવે રાજકોટના ગોંડલમાંથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં ધાક-ધમકી આપી મારામારી કરનાર બીજું કોઈ નહીં પરંતુ સરપંચના જ દીકરા હોવાનું સામે આવ્યું છે. હાલ, સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ 'ગોંડલ, સ્વાગતની તૈયારી કરો'.. ગણેશ જાડેજાની ચેલેન્જ સ્વીકારી પાટીદાર યુવાનો પહોંચશે
લોખંડની પાઇપ વડે માર્યો માર
રાજકોટના ગોંડલમાં ધાક ધમકીઓ આપી ખુલ્લેઆમ મારામારીની ઘટનાઓ વધી રહી છે. ગોંડલ શહેરના રેતીચોક વિસ્તારમાં આવેલા વચ્છરાજ ફેબ્રિકેશનના કારખાનામાં જઈને રૂપાવટી ગામના સરપંચ પુત્રોએ યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ, આ મારામારીની ઘટનાના CCTV સામે આવ્યા છે. 3 લોકોએ ભેગા મળીને ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા કારીગરને લોખંડની પાઈપ વડે માર્યો છે. તેમજ લોખંડની છૂટ્ટી વસ્તુઓ ફેંકી હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત
પોલીસે હાથ ધરી તપાસ
ગોંડલમાં ફેબ્રિકેશનનું કામ કરતા કિરીટ સોલંકી નામના યુવકને 3 સરપંચ પુત્રોએ પાઈપ વડે માર માર્યો હતો. હાલ, ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગોંડલ A ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.