ગોંડલ માર્કેટીંગ યાર્ડનાં વેપારીને વ્યાજખોર કૌટુંબિક મામાનો ત્રાસ
મામા અને તેના પુત્ર સહિત ચાર વિરૃધ્ધ ફરિયાદ
રૃા. ૫૪ લાખના બદલામાં વ્યાજ સહિત રૃા. ૯૦ લાખ ચૂકવ્યા છતાં વધુ રૃા. ૪૪ લાખની પઠાણી ઉઘરાણી કરતા ગુનો દાખલ
પ્રાપ્ત વિગતો રાજકોટના બાલાજી હોલ પાસે એપલ વીલા
સોસાયટીમાં બાજુમાં રહેતાં છગનભાઈ પરસોત્તમભાઈ ગઢીયા (ઉ.વ.૬૨) એ નોંધાવેલ
ફરીયાદમાં આરોપી તરીકે વલ્લભ શામજી ખૂંટ,
ક્રિમેશ વલ્લભ ખૂંટ (રહે. બંને ગોંડલ),
નગા શિવા ઓડેદરા (રહે. પોરબંદર) અને કરણ નામના શખ્સનું નામ આપતાં ગોંડલ સીટી
બી. ડિવિઝન પોલીસે મનીલેન્ડ એક્ટ ધમકી,
મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ જણાવ્યું
હતું કે, તેઓ ગોંડલ
માર્કેટીંગ યાર્ડમાં સી.સી.એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવી વેપાર કરે છે. આરોપી
વલ્લભભાઈ તેઓના કૌટુંબિક મામા થતા હોય જેથી લસણ-ડુંગળીનો વેપાર બાબતે અવાર નવાર
પૈસાની જરુરીયાત પડે ત્યારે તેમની પાસેથી રૃપીયા લેતાં હતાં. જણસ વેંચાયે રૃપીયા
પરત આપી દેતાં હતાં. મામા ત્રણ ટકા,
પાંચ ટકા, દશ ટકા
મહીને વ્યાજ ઉપર પૈસા આપતા હતા. જેમાં કટકે કટકે લીધેલ રૃ.૫૪ લાખ તેમણે વ્યાજ સહીત આર.ટી.જી.એસ. તથા રોકડા મળી કુલ
રૃ.૯૦ લાખ ચૂકવી આપેલ હતાં. આમ છતાં મામા વલ્લભભાઈ એ રૃ.૧૮ લાખ તેઓ માંગે છે એવી
નોટીસ મોકલાવી હતી. જેથી નોટીસનો વકીલ મારફતે જવાબ પણ કરેલ હતો.
આમ છતાં અનેકવાર માર્કેટીંગ યાર્ડમાં તેઓની પેઢીએ રૃબરૃ
આવેલ અને પૈસાની માંગણી કરી તેમનો હીસાબ વધારતા હતાં. પોરબંદર ના નાગા ઓડેદરા સહિત
ઘણા લોકો દ્વારા મોબાઇલ કરી કડક ઉઘરાણી
કરાવતા હતા. જેથી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.