ગોંડલ માર્કેટ યાર્ડ બન્યું ગુજરાતનું નંબર વન, ઊંઝા કરતા વધારે કરી આવક
ઊંઝાને પાછળ પાડી ગોંડલ બન્યું ગુજરાતનું નંબર વન માર્કેટ યાર્ડ
વર્ષ 2021-22 દરમિયાન 2362.49 લાખ રૂપિયાની થઈ છે આવક
IMAGE Twitter |
રાજકોટ,તા. 24 ડીસેમ્બર 2022, શનિવાર
સૌરાષ્ટ્રના ગોંડલનું માર્કેટીંગ યાર્ડએ ગુજરાતના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ પૈકીનું એક છે. ગોંડલના માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થતી હોય છે.ય આ સિવાય સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિત 55થી પણ વધુ જણસીઓ લઈને વેચાણ કરવા આવે છે. ગોંડલ માર્કેટયાર્ડમાં એક લાખથી વધુ ગુણીની આવક થયેલી છે. થોડા સમય અગાઉ મગફળીની આવક વધુ માત્રામાં થતા મગફળીની આવક માર્કેટયાર્ડમાં બંધ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ જણસીઓની આવક થાય છે અને ઊંઝાને પાછળ રાખી ગોંડલ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પહેલાનાં માર્કેટ યાર્ડમાં સ્થાન પામ્યું છે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવકની દ્રષ્ટિએ ગુજરાતભરમાં નંબર વન બની ગયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 2362.49 લાખ રૂપિયાની આવક થઈ છે. જે ઊંઝા માર્કેટિંગ કરતાં વધુ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ જણસીઓની આવક સાથે આ માર્કેટયાર્ડે ગુજરાતમાં પ્રથમ નંબર આવી ગયુ છે.
રાજકોટ ગોંડલનું માર્કેટિંગ યાર્ડ આવકની દ્રષ્ટિએ ગુજરાતભરમાં નંબર વન બન્યું
ગુજરાતના માર્કેટ યાર્ડોમાં સૌથી વધુ આવકમાં અત્યાર સુધી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વન રહેતું હતું. પરંતુ સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વખતે સૌથી વધુ આવક થતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ નંબર વન પર આવી ગયું છે. વર્ષોથી ઊંઝા માર્કેટિંગ યાર્ડ પહેલા નંબરના સ્થાન પર હતું. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલ માર્કેટિંગ યાર્ડએ બીજા નંબર પર રહેતું હતું. પરંતુ આ વખતે ગોંડલ માર્કેટ યાર્ડે વિકાસની હરણફાળ ભરીને ગુજરાતના નંબર વન માર્કેટ યાર્ડ તરીકેનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહેલા નંબરના સ્થાન પ્રાપ્ત કરતાં સૌરાષ્ટ્ર પંથકમાં સૌ કોઈ લોકો માટે ગૌરવ અનુભવી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 2362.49 લાખ રૂપિયાની આવક થઈ છે.
વાહનોની કતારો ન લાગે તે માટે પણ વિશેષ કામગીરી હાથ ધરાશે
સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતું જ પ્રથમ નહી પણ દેશમાં પ્રથમ બની રહે તે માટે વર્તમાન બોડી સખત મહેનત કરી રહી છે. આવનારા સમયમાં વધુ સારા ડોમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેમજ દેશ વિદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે અહી આવે તે માટેના આયોજનો કરવામાં આવશે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ આવી રહ્યા છે. તેઓને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ પાકની આવક થાય અને તાત્કાલિક નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. વેચાણ માટે આવતા ખેડુતોની નેશનલ હાઈવે પર વાહનોની કતારો ન લાગે તે માટે પણ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની ખરીદી માટે દેશભરમાંથી વેપારીઓ વર્ષ દરમિયાન આવતા હોય છે.