જેતપુરમાં ડાઈંગ ધારકની પત્નીનાં ગળામાંથી અર્ધા લાખના સોનાના ચેઈનની ચીલઝડપ
હેલમેટધારી બે તસ્કરોએ બાઈક સમાંતર બાઈક લાવી ચીલઝડપ કરી
પોલીસે બન્ને અજાણ્યા શખસો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી
જેતપુરના જુના પાંચપીપળા રોડ, પટેલનગર - ૨માં રહેતા ભાવનાબેન ગીરીશભાઈ પાદરીયા (ઉં.વ.૫૩)એ અજાણ્યા શખ્સો સામે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં ે જણાવ્યું કે, તા.૦૩/૨ ના સાંજના સાડા છ એક વાગ્યાની આસપાસ તે તથા તેના પતિ ગીરીશભાઈ બન્ને કુટુંબી નંણંદના દિકરીના લગ્નમાં નકલંક રોડ, વિવાહ પાર્ટી પ્લોટમાં એકસેસ મોટર સાઇકલ લઈને લગ્નમાં ગયેલ હતા. એ વખતે ગળામાં આશરે દોઢ તોલાનોરૂદ્રાક્ષનો પારા વાળો સોનાનો ચેઇન પહેરેલ હતો. લગ્ન પુર્ણ કરી એક્સેસ મોટર સાઇકલ ઉપર ઘર તરફ જતા હતા ત્યારે રાત્રીના સવા નવેક વાગ્યે જુના પાંચપીપળા રોડ ઉપર આવેલ રવિ પાન નામની દુકાન પાસે પહોંચતા પાછળ ડબલ સવારીમાં મોટર સાઈકલ પર બે હેલમેટધારી શખ્સ આવેલ હતા. ેઆ બંને જણાએ હેલ્મેટ પહેરેલ હતા તેઓએ મોટર સાઇકલની બાજુમાંથી મોટર સાઇકલ ચલાવી બન્ને જણામાંથી કોઈ એક જણાએ પાછળ બેઠેલી મહિલાના ગળામાં પહેરેલ સોનાનો ચેઇન આચકો મારી, ઝુટવી ફુલ સ્પીડમાં નાસવા લાગ્યા હતા. એ વખતે દંપતીએ મોટર સાઇકલ સાથે પીછો કર્યો હતો પરંતુ તેઓ હાથમાં આવેલ ન હતો .
વધુમાં ભાવનાબેને કહ્યું કે, અમેં દેકારો કરતા આજુબાજુમાંથી માણસો આવેલ હતા પરંતુ આ મોટર સાઇકલ વાળા શખ્સો ત્યાંથી ભાગી છૂટયા હતા. પોલીસે બે અજાણ્યા બાઈક સવાર આરોપીઓ સામે સોનાના દોઢ તોલા ચેઇનની ચિલઝડપનાં ગુનો દાખલ કરી રૂ.૪૫૦૦૦નું ચેઈન ઝૂટવી નાસી જનાર બેલડીની શોધખોળ હાથ ધરી છે