કાલાવડ પાસે ટેક્સીમાં મુસાફરી કરી રહેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લેવાયો : પાંચ સામે ફરિયાદ
image : Social media
Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા એક શિક્ષક કે જેઓ ટેક્સીમાં બેસીને મુસાફરી કરતા હતા, દરમિયાન તેમના ગળામાંથી અજાણ્યા પાંચ શખ્સોએ બે તોલા સોનાનો ચેઇન સેરવી લીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં વાવડી રોડ પર રહેતા અને સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ખુશાલભાઈ મધુભાઇ અકબરી નામના શિક્ષક, કે જેઓ જમીન માપણીના કામ અર્થે મછલીવાડ રોડ પર વાહનની રાહ જોઈને ઊભા હતા, જે દરમિયાન એક નંબર પ્લેટ વગરની કાર આવી હતી, જેમાં પોતે ગીરદીમાં વચ્ચે બેઠા હતા.
જે મુસાફરી દરમિયાન ગિરદીનો લાભ લઈ, અન્ય પાંચ શખ્સોએ તેમના ગળામાંથી બે તોલા સોનાનો ચેન સેરવી લીધો હતો. જે બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.