ગોડાદરાની પરિણીતાના આપઘાતનું કારણ સસરાનો ત્રાસ, મહિના બાદ ગુનો દાખલ
24 ડિસેમ્બરે નીતા બલદાણીયાએ સ્યુસાઈડ નોટ લખી ફાંસો ખાધો હતો : અમરેલી સાવરકુંડલાના 60 વર્ષીય મનુભાઈ બલદાણીયા પુત્રવધુ નીતાને ઘરકામ, જમવા બાબતે ગાળો આપી માતા-પિતા અંગે ગમેતેમ બોલતા હતા
પોલીસે ફરિયાદ નહીં નોંધતા 38 વર્ષીય નીતાબેનના ભાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા છેવટે સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
- 24 ડિસેમ્બરે નીતા બલદાણીયાએ સ્યુસાઈડ નોટ લખી ફાંસો ખાધો હતો : અમરેલી સાવરકુંડલાના 60 વર્ષીય મનુભાઈ બલદાણીયા પુત્રવધુ નીતાને ઘરકામ, જમવા બાબતે ગાળો આપી માતા-પિતા અંગે ગમેતેમ બોલતા હતા
- પોલીસે ફરિયાદ નહીં નોંધતા 38 વર્ષીય નીતાબેનના ભાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા છેવટે સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
સુરત, : સુરતના ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીમાં રહેતા રત્નકલાકારની પત્નીએ ચાર અઠવાડીયા અગાઉ સસરાના ત્રાસથી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમના ભાઈ અને અન્યોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી.જોકે, ગોડાદરા પોલીસે ફરિયાદ નહીં નોંધતા ગતરોજ તેમણે પોલીસ કમિશનર સમક્ષ રજુઆત કર્યા બાદ ગોડાદરા પોલીસે અમરેલી સાવરકુંડલાના દોલતી ગામમાં રહેતા તેમના 60 વર્ષીય સસરા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીરસોમનાથ ગીરગઢડાના ધોકડવાના વતની અને સુરતમાં સારોલી ગામ ન્યુ સારોલી નગરી સોસાયટી પ્લોટ નં.એ/34 માં રહેતા 49 વર્ષીય બિલ્ડર કેશુભાઈ નારણભાઈ કલસરીયાના સૌથી નાના બહેન નીતાબેન ( ઉ.વ.38 ) ના લગ્ન 22 વર્ષ અગાઉ અમરેલી સાવરકુંડલાના દોલતી ગામના રત્નકલાકાર અજીતભાઈ મનુભાઈ બલદાણીયા સાથે થયા હતા.લગ્નના બે વર્ષ વતન રહ્યા બાદ તેઓ સુરત આવ્યા હતા અને ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટી ઘર નં.207 પહેલા માળે ભાડાના મકાનમાં ચાર દીકરી અને એક દીકરા સાથે રહેવા લાગ્યા હતા.ગત ઓક્ટોબર 2020 માં નીતાબેને તેમના પિયરમાં જાણ કરી હતી કે તેમના સસરા મનુભાઈ તેમને ઘરકામ, જમવા બાબતે ઝઘડો કરી ગાળો આપે છે.જોકે, પિયરના લોકોએ તેમને વડીલ જે કહે તે સહન કરવા કહેતા તે પરત સાસરે ગયા હતા.
ગત દિવાળીમાં નીતાબેન પતિ-બાળકો સાથે વતન ગયા હતા ત્યારે સસરા મનુભાઈએ તેમની ભૂલ કાઢી ઝઘડો કરી લોખંડની પંજરેટીથી મારવા પ્રયાસ કર્યો હતો.તે સમયે તેમના પતિએ તેમનો બચાવ કર્યો હતો.ત્યાર બાદ પણ સસરા મનુભાઈ નીતાબેનની ભૂલ ન હોય છતાં તેમને અને તેમના માતાપિતાને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા હોય તે સતત ટેંશનમાં રહેતા હતા.આખરે ગત 24 ડિસેમ્બરની સાંજે નીતાબેને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
નીતાબેને આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી.તે તેમના પતિને મળી હતી.આ અંગે કેશુભાઈને જાણ થતા તેમણે બનેવી પાસે સ્યુસાઈડ નોટ મેળવી નીતાબેનના સસરા વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી.જોકે, પોલીસે ફરિયાદ નહીં નોંધતા ગતરોજ કેશુભાઈ પોલીસ કમિશનરને મળ્યા હતા અને બાદમાં ગોડાદરા પોલીસે નીતાબેનના 60 વર્ષીય સસરા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ તપાસ પીએસઆઈ જે.આર.તિવારી કરી રહ્યા છે.
નીતાબેને સ્યુસાઈડ નોટમાં બાળકોને ઉદ્દેશીને લખ્યું, કાકા દાદા જો ખીજાય તો તમે સામે કંઈ બોલતા નહીં
સુરત, : નીતાબેને આપઘાત કરતા પહેલા એક કાગળમાં સ્યુસાઈડ નોટ લખી હતી.તેમાં તેમણે લખ્યું હતું કે - જય માતાજી જય ધનાદાદા હલો અજીત હવે હુ આવુ કરુ છુ તમોરો મારે કાઈ વાંધો ન હતો અને હુ જ્યારે હુ દેશમા જાવ ત્યારે મને બાપા ગાળો બોલે અને એમ કેય તમને મારી નાખુ તો મારા બા એમ બાપાએ તમારુ શુ બગાડીયુ તો તમે એને ગાળુ બોલો તો ઇ મને બહુ આકરું લાગુ તો તલુ કાકી હેતલ બા મારી શોકરીયુનુ ધ્યાન રાખજો શીવાંશનુ ધ્યાન રાખજો મોરી કરીને રાખજો હો અને અજીત તમને કહુ પછી તમે બધા મા દાદા શોકરીયુ સુરત વયા યાવજો ને ભાઈ ઢબુને મવા ભણવા મોકલી દેજો હેતલ અને દર્શના સાડી બનાવશે રીનાને ભણાવજો અવની ભાઈને ભણાવજો ને શોકરીયુ કેય એમ થોડુક કરજો હો લાલુ અને દર્શનાને રીના શેમોમા લગ્ન કરી નાખજો અને જોબટા તમને કાકા દાદા જે ખીજાય તો તમે કાઈ સામે બોલતુ નહી ને શહન કરી લેજો આ ફોટા ની સબી કરાવજો તલુ હેતલ તમને શોપીને હુ જાઉ છુ માડી તો પેટના કરીને રાખજો હો મારી બેન.