વિદ્યાર્થીઓના વિરોધ બાદ મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો: જાણો હવે કેટલી ભરવી પડશે ફી

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Medical Student


GMERS College Fees : રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની 3.30 લાખ રૂપિયા ફીમાં વધારો કરીને 5.50 લાખ રૂપિયા ફી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 9 લાખની ફી સામે 17 લાખની ફી કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

ત્યારે  રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીની રજૂઆતને ધ્યાનામાં રાખીને GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે. 

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ પર 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી. સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો.



Google NewsGoogle News