Get The App

ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પોને ઉદ્ધાટન કરી ખૂલ્લો મૂકાયો

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પોને ઉદ્ધાટન કરી ખૂલ્લો મૂકાયો 1 - image


- તા. 29 મી ડિસેમ્બર સુધી એક્સ્પો ખૂલ્લો રહેશે

- પ્રથમ દિવસે અંદાજે 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી : રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર : ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજીત ગ્લોબલ ઝાલાવાડ-૨૦૨૪ મેગા એક્સ્પોને આજે ખૂલ્લો મુકાયો હતો. પ્રથમ દિવસે જ અંદાજે ૧ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

 સુરેન્દ્રનગર જિલ્લાનો ઉદ્યોગક્ષેત્રે વિકાસ થાય અને દેશ વિદેશના ઉદ્યોગકારો પણ ઝાલાવાડના ઉદ્યોગો અને અહીં બનતી આઈટમોની જાણકારી મેળવે અને ભવિષ્યમાં ધંધાકીય સબંધો વધે તે માટે ફેડરેશનની ટીમ દ્વારા આ આયોજન હાથધરાયું છે. આ એક્સપોમાં અંદાજે ૨૦૦થી વધુ પ્રતિષ્ઠિત અને મલ્ટીલેવલ કંપનીઓએ ભાગ લીધો છે.ત્યારે ૨૯મી ડિસેમ્બર સુધી ચાલનારા એક્સ્પોનું લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, ઉદ્યોગપતિઓ અને ઝાલાવાડ ફેડરેશન ટીમના કિશોરસિંહ ઝાલા, નરેશભાઈ કૈલા, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરાયું હતું. ત્યારબાદ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રાત્રે ગઝલ કલાકાર કુમાર સત્યમની ગઝલનો કાર્યક્રમ યોજાયો હતો .જેમાં પણ મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.



Google NewsGoogle News