Get The App

મહાશિવરાત્રિના મેળાને લઈ ગિરનાર નેચર સફારી પાર્ક 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય

વન વિભાગના કર્મચારીઓ મહાશિવરાત્રીના મેળામાં કાર્યરત હોવાથી ગિરનાર નેચર સફારી પાર્ક 4 દિવસ બંધ રહેશે

બે વર્ષમાં ગિરનાર નેચર સફારી પાર્કની 7000 પ્રવાસીઓએ લીધી મુલાકાત : 18મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ

Updated: Feb 11th, 2023


Google NewsGoogle News
મહાશિવરાત્રિના મેળાને લઈ ગિરનાર નેચર સફારી પાર્ક 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય 1 - image
Image - girlion

અમદાવાદ, તા.11 ફેબ્રુઆરી-2023, શનિવાર

ગિરના જંગલમાં 48 જેટલા સિંહો કરે છે. આ સિંહોને નિહાળવા અસંખ્ય લોકો ગિરનાર નેચર સફારી પાર્કની મુલાકાત લેતા હોય છે. જો કે આ સફારી પાર્કની મુલાકાત લેવાની યોજના બનાવી રહેલાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર નેચર પાર્ક સફારી 15 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી એટલે કે 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વન વિભાગના કર્મચારીઓ મહાશિવરાત્રીના મેળામાં કાર્યરત હોવાથી આ નિર્ણય લેવાયો છે. 

18મીએ મહાશિવરાત્રી પર્વ

18મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પર્વ છે. આ દરમિયાન મહાશિવરાત્રીનો મેળો પણ યોજાયો હોય છે. આ મેળામાં વન વિભાગના કર્મચારીઓને કામગીર સોંપવામાં આવતા ગિરનાર નેચર સફારી પાર્કને ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

ગિરનાર જંગલમાં અંદાજિત 50થી વધુ સિંહનો વસવાટ

ઉલ્લેખનિય છે કે, 26મી જાન્યુઆરી 2021ના રોજ ગિરનાર નેચર સફારી પાર્કની શરૂઆત કરવામાં આવી હતી. આ પાર્કે ગુજરાતવાસીઓમાં પણ આકર્ષણ જમાવ્યું હતું. તો ગિરનાર જંગલની વાત કરીએ તો અહીં 48 સિંહો વસવાટ કરે છે.  જુનાગઢ વન વિભાગના અધિકારી અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, 2020ની ગણતરી મુજબ 48 સિંહોનો નિવાસ છે. સફારીના રૂટ પર 15 થી 20 સિંહનો વસવાટ છે જ્યારે ગિરનાર જંગલમાં અંદાજિત 50થી વધુ સિંહ વસવાટ કરે છે. ગિરનાર નેચર સફારીનો રસ્તો 26 કિલોમીટરનો છે.

મહાશિવરાત્રિના મેળાને લઈ ગિરનાર નેચર સફારી પાર્ક 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય 2 - image

બે વર્ષમાં 7000 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગિરનાર નેચર સફારી રુટ તરફ પ્રવાસીઓ આકર્ષાયા છે. બે વર્ષમાં 7000 જેટલા પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 6,976 પ્રવાસીઓએ આ નેચર સફારી પાર્કની મુલાકાત લીધી છે. ગિરનાર નેચર સફારી પાર્કમાં અત્યાર સુધી 15 લાખની આવક વન વિભાગને થઇ છે. આ ગિરનાર નેચર સફારી પાર્કથી ડ્રાઇવર તેમજ ગાઇડને આવક પણ મળી રહે છે.

ગિરનારના જંગલમાં આ પ્રાણીઓ કરે છે વસવાટ

આ ગિરનારના જંગલમાં દીપડા, ઘોરખોદિયું, જંગલી બિલાડી, શિયાળ, કીડીખાંઉ, સાબર, ચિતલ, નીલગાય, વાઈલ્ડ બોર સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. પ્રવાસીઓને ગિરનાર નેચર સફારીના રૂટ પર ક્યારેક આ બધા પ્રાણીઓ જોવા મળે છે.


Google NewsGoogle News