ગિરનારની લીલી પરિક્રમાની થઈ પૂર્ણાહુતિ, સાત લાખથી વધુ ભાવિકોએ કરી પગપાળા યાત્રા, પ્રવેશદ્વાર બંધ કરાયો
Girnar Lili Parikrama : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાની ગત મંગળવારથી વિધિવત શરુઆત થઈ હતી, ત્યારે આજે શુક્રવારે લીલી પરિક્રમાની પૂર્ણાહુતિ થઈ છે. જેને લઈને પરિક્રમાના પ્રેવશદ્વાર ઈંટવાગેટ ખાતે પ્રવેશ બંધ કરાયો છે. જ્યારે આ વખતે પરિક્રમામાં સાત લાખથી વધુ પરિક્રમાર્થીઓ જોડાયા હતા. જો કે, આ આંકડામાં દર વર્ષની તુલનાએ ઘટાડો નોંધાયો હતો.
સાત લાખથી વધુ પરિક્રમાર્થીઓ આવ્યા
ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્વાળુઓ આવતા હોય છે, ત્યારે દર વર્ષે આશરે 10 લાખથી વધુ ભાવિકો પરિક્રમા કરે છે. જ્યારે આ વખતે પરિક્રમામાં શ્રદ્ધાળુઓનો આંકડો ઓછો નોંધાયો છે. જેમાં આ વખતે સાત લાખથી વધુ પરિક્રમાર્થીઓ આવ્યા હતા.
આ પણ વાંચો : જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડાયું, 20 બેઠકો બિનઅનામત જાહેર
એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં રાજ્યના ખેડૂતો જતા હોય છે. પરંતુ આ વખતે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, શિયાળુ પાકની શરુઆત થઈ ગઈ હોવાથી ખેડૂતો પોતાના કામમાં વ્યસ્ત છે, તેથી લીલી પરિક્રમામાં ભાવિકોની ભીડમાં ઘટાડો નોંધાયો હોવાનો અંદાજ છે.