Get The App

દેશની સુરક્ષા જાળવવા યુવતીઓ બની અગ્નિવીર; ચીખલી ગામે સામૈયું કર્યું

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
દેશની સુરક્ષા જાળવવા યુવતીઓ બની અગ્નિવીર; ચીખલી ગામે સામૈયું કર્યું 1 - image


યા દેવિ સર્વભૂતેષુ માતૃ શક્તિ રૂપેણ સંસ્થિતા લગ્નના બીજા જ દિવસે સેનામાં જોડાવા માટે પરીક્ષા આપી સફળતાપૂર્વક તાલીમ પૂરી કરીઃ વીરાંગનાઓની શૌર્યકથા ડોળાસાના ચીખલી ગામની બે યુવતી અને એક યુવકની અગ્નિવીર તરીકે પસંદગી : દેશસેવામાં સમર્પિત થશે

ડોળાસા, : ડોળાસા નજીક આવેલ ચીખલી ગામની બે યુવતીઓએ લશ્કરી તાલીમ લઇ એક વર્ષ બાદ વતનમાં આવતા બન્ને વીરાંગનાઓને સમસ્ત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી વધાવી લીધી હતી. આ ગામની બે યુવતી ઉપરાંત એક યુવાન પણ અગ્નિવીરની તાલીમ લઇ ચૂક્યો છે. આ બે યુવતી માંહેની એક યુવતીની શૌર્યકથા અનેરી છે. આ યુવતીએ લગ્નના બીજા જ દિવસે પતિ સાથે ભુજ જ સેનામાં જોડાવા પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે નોરતા ચાલુ છે ત્યારે જ બે વાસ્તવિક રણચંડીઓનું અદકેરૂં સન્માન થયું છે. 

ચીખલી ગામના અશ્વિનભાઈ પરબતભાઇ પામાકના લગ્ન ગત સાલ કોડીનાર તાલુકાના સરખડી ગામના મમતાબેન સાથે થયા હતા. મમતાબેનના પિતા માનસિંહભાઈ રાઠોડ મચ્છીમારી વ્યવસાય કરે છે. માતા શાંતાબેન પણ ખેત મજૂરી કરે છે, પણ દીકરીની સૈન્યમાં જોડાવાની ઈચ્છા પૂર્ણ કરવા માતા પિતાથી જે પણ બન્યું તે દીકરી માટે કર્યું હતું. લગ્નના બીજા જ દિવસે મમતાબેનની સૈન્યમાં જોડાવા માટેની પરીક્ષા હતી. લગ્ન બાદ બીજા જ દિવસે બંને પતિ પત્ની ભુજ પરીક્ષા માટે ગયા હતા. મમતાબેન આ પરીક્ષા પાસ કરતા તુરત જ હરિયાણાના ચંદીગઢ ખાતે આઈટીબીપી( આર્મી)માં એક વર્ષની તાલીમમાં જોડાયા હતા અને એક વર્ષની તાલીમ પૂર્ણ કરી તા.3/10/2024ના રોજ વતન આવ્યા હતા, જ્યાં તેઓનું ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

ચીખલી ગામના બીજા એક પરિવારની કહાની પણ દેશદાઝથી ભરપૂર છે. બાબુભાઈ દેવશીભાઇ વાઢેળ એક વીઘો જમીન ધરાવે છે અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. આ પૈકીના બે સંતાનો જે દેશ માટે સમપત કરી દેશભક્તિનો પરિચય આપ્યો છે. બાબુભાઈની દીકરી મધુબેન પણ ભુજ ખાતે સૈન્ય પરીક્ષા પાસ કરી હરિયાણા ચંદીગઢ ખાતે આઈટીબીપી (આર્મી)ના તાલીમ કેમ્પમાં જાડાઈ એક વર્ષની તાલીમ પૂર્ણ કરી તા. 3/10/2024ના રોજ બંને બહેનો વતન ચીખલી ગામે આવી પહોંચતા ગામ લોકોએ બંન્ને બહેનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 


Google NewsGoogle News