જગદંબાની આરાધનામાં સુરતના મંડળની અનોખી પરંપરા : છેલ્લા 27 વર્ષથી 8 થી 16 વર્ષની જ દીકરીઓ કરે છે પરંપરાગત નવરાત્રી મહોત્સવ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
જગદંબાની આરાધનામાં સુરતના મંડળની અનોખી પરંપરા : છેલ્લા 27 વર્ષથી 8 થી 16 વર્ષની જ દીકરીઓ કરે છે પરંપરાગત નવરાત્રી મહોત્સવ 1 - image


Surat Navratri Special : આજથી સુરત સહિત સમગ્ર વિશ્વમાં નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સુરતના સૌરાષ્ટ્રીયન વિસ્તાર એવા વરાછા રોડ પર છેલ્લા 27 વર્ષથી યોજાય છે અનોખો નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. એક ગરબી મંડળ એવું છે. જેમાં 8 થી 16 વર્ષ સુધીની દીકરીઓ જ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. આ મંડળની દીકરીઓ અન્ય જગ્યાએ પણ ગરબા માટે જાય છે. આ મંડળનો મુખ્ય હેતુ માતાજીની આરાધના કરવા સાથે સાથે 'બેટી બચાવો બેટી પઢાવો'નો છે, અત્યાર સુધીમાં 25થી વધુ દીકરીઓને અભ્યાસ માટે મંડળે ફી પણ જમા કરાવવા સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. 

સુરતમાં નવરાત્રીના પ્રારંભ સાથે જ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જુદી જુદી પદ્ધતિઓથી માતાજીની આરાધના નવરાત્રી દરમિયાન કરવામા આવશે. જેમાં સૌરાષ્ટ્રીયન વિસ્તાર એવા વરાછા રોડ પર આવેલા લંબે હનુમાન રોડ પર આવેલી ડાહ્યાપાર્ક સોસાયટીમાં બનેલું શ્રી ખોડીયાર ગરબી મંડળ અન્ય લોકો કરતાં કંઈક અલગ જ તરી આવે છે. નાની બાળકીઓમાં માતાજી પ્રત્યેની સાચી લાગણી થાય અને તેઓ પરંપરાગત ગરબે રમી માતાજીની આરાધના કરે તે માટે આ મંડળ દ્વારા છેલ્લા 27 વર્ષથી 8 થી 16 વર્ષની જ દીકરીઓ પરંપરાગત ગરબા રમી રહી છે. 

જગદંબાની આરાધનામાં સુરતના મંડળની અનોખી પરંપરા : છેલ્લા 27 વર્ષથી 8 થી 16 વર્ષની જ દીકરીઓ કરે છે પરંપરાગત નવરાત્રી મહોત્સવ 2 - image

મંડળના પ્રમુખ હરેશભાઈ કવાડ કહે છે,  નવરાત્રી દરમિયાન નાની બાળકીએ વેસ્ટન કલ્ચરમાં પારંપરિક ગરબા ભુલી નહી જાય તે માટે અમારા દ્વારા 27 વર્ષ પહેલાં મંડળની સ્થાપના કરવામાં આવી હતી. અમારો ઉદ્દેશ બેટી બચાવો અને બેટી પઢાવોનો છે. અમે દર વર્ષે 8 થી 16 વર્ષની 25 થી 28 છોકરીઓનું ગ્રુપ બનાવીએ છીએ અને તેઓ પરંપરાગત રીતે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યાં છે. 

અમારો વિસ્તાર ગરીબ અને મધ્યમ વર્ગનો છે તેથી ઘણા લોકો મોંઘવારી કે અન્ય કોઈ કારણથી પોતાની દીકરી ને વધુ અભ્યાસ કરાવતા નથી. પરંતુ અમારા મંડળના સંપર્કમાં આવેલી દીકરી જેમનો પરિવાર વધુ અભ્યાસ માટે સક્ષમ નથી તેવી દિકરીઓની અમે સ્કુલની ફી પણ ભરીએ છીએ. અત્યાર સુધીમાં 25 થી વધુ દીકરીઓની ફી ભરીને તેમને આગળ ભણાવી છે. 

જગદંબાની આરાધનામાં સુરતના મંડળની અનોખી પરંપરા : છેલ્લા 27 વર્ષથી 8 થી 16 વર્ષની જ દીકરીઓ કરે છે પરંપરાગત નવરાત્રી મહોત્સવ 3 - image

અમારો વિસ્તાર હવે ઈન્ડસ્ટ્રીયલ થઈ રહ્યો છે તેથી અમે અમારી સોસાયટી ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ બાળકીઓ ગરબાનો કાર્યક્રમ કરે છે.અમારી ખાસિયત એ છે કે અમે 50 ટકાથી વધુ ગરબા પરંપરાગત રીતે એટલે કે હાર્મોનિયમ, તબલા અને મંજીરા જેવા વાજીંત્રોના સહારે કરીએ છીએ બાકીના અડધા જેટલા ગરબા પેન ડ્રાઈવ નો ઉપયોગ કરી કરીએ છીએ. આ કાર્યક્રમમાં કેટલાક લોકો ડોનેશન આપે છે તેમાંથી દકરીઓની ફી ભરવા ઉપરાંત અન્ય સામાજિક કાર્યક્રમ કરવામા આવે છે. 

શ્રી ખોડીયાર ગરબી મંડળની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક રાસ ગરબા રમીને 6 વર્ષમાં 108 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા કોરોના પહેલા 250 બહેનોને આઠ-આઠ હજારની કીટ વિતરણ કરવામાં આવી હતી. આમ અમારું મંડળ પરંપરાગત રીતે માતાજીની આરાધના કરવા ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો નો સંદેશ આપે છે અને વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરી માતાજીની આરાધના કરવાનો પ્રયાસ કરે છે. જગદંબાની આરાધનામાં સુરતના મંડળની અનોખી પરંપરા : છેલ્લા 27 વર્ષથી 8 થી 16 વર્ષની જ દીકરીઓ કરે છે પરંપરાગત નવરાત્રી મહોત્સવ 4 - image


Google NewsGoogle News