Get The App

ધ્રોલ ટાઉનમાં રામપાર્ક વિસ્તારનો કિસ્સો : પ્રેમ લગ્ન કર્યા પુત્રએ અને ભોગવવાનો વારો આવ્યો માતાએ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
ધ્રોલ ટાઉનમાં રામપાર્ક વિસ્તારનો કિસ્સો : પ્રેમ લગ્ન કર્યા પુત્રએ અને ભોગવવાનો વારો આવ્યો માતાએ 1 - image

image : Freepik

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ કરી લીધા પછી પ્રેમિકાની માતા વિફરી હતી, અને પ્રેમીના ઘરે જઈ તોડફોડ કરી નાખી હતી, અને પ્રેમિકાની માતા પર ધોકા વડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ ટાઉનમાં રામપાર્ક-એમાં રહેતી જાનવીબેન હેમાંગભાઈ દવે નામની 42 વર્ષની મહિલાએ પોતાના ઉપર બેઝબોલના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ઉપરાંત પોતાની બારીના ધોકા ફટકારી નુકસાની પહોંચાડવા અંગે, તેમજ ઘરના ફળિયામાં પડેલા બુલેટ મોટરસાયકલની ટાંકીમાં પણ ધોકા વાળી કરી નુકસાની પહોંચાડવા અંગે ધ્રોલમાં ખત્રીના ચોરા પાસે રહેતી ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આશા નામની મહિલા સામેં ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે માસ પહેલાં ફરીયાદી જાનવીબેનના પુત્રએ આરોપી મહિલા ગીતાબેનની પુત્રી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેનું મન દુઃખ રાખીને ગઈકાલે ગીતાબેનના ઘરે ઘસી જઈ, હંગામો મચાવી હુમલો કર્યાનું પોલીસમાં જાહેર કરાયું છે. જેમાં ધ્રોળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News