મોબાઇલ માટે યુવતીએ બોયફ્રેન્ડ સાથે સબંધીને ત્યાંથી 1 તોલાની ચેન ચોરી,વેચવા જતા પકડાઇ ગયા
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં બોયફ્રેન્ડની મદદ લઇ સોનાની ચોરેલી ચેન વેચવા ફરતી યુવતી અને તેના ફ્રેન્ડને પોલીસે ઝડપી પાડયા હતા.
સુભાનપુરા સુરેશ ભજીયા ચાર રસ્તા પાસે ગોરવા પોલીસે એક યુવતી અને યુવકને શંકાસ્પદ હાલતમાં જોઇ તપાસતાં તેમની પાસેથી એક તોલાની સોનાની ચેન મળી હતી.જે બાબતે પૂછપરછ કરતાં આ ચેન યુવતીએ તેના સબંધીને ત્યાંથી બે મહિના પહેલાં ચોરી હોવાની અને મોબાઇલ લેવાનો હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસની તપાસમાં યુવતીનું નામ નુપુર વિઠ્ઠલ અને તેના ફ્રેન્ડનું નામ જયરાજ સિંગ (બંને રહે.લક્ષ્મીપુરા)હોવાનું ખૂલ્યું હતું.જેથી ચોરીના ગુનામાં બંનેની અટકાયત કરવામાં આવી હતી.