અમરેલીના સુરાગપુરમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
Girl falls into borewell in Amreli


Girl falls into borewell in Amreli: અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ, NDRF, ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બાળકીને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપેરશન હાથ ધર્યું છે. આ ઉપરાંત કલેકટર સહિતના સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળ પહોંચી રહ્યાં છે. 

girl falls into borewell

મળતી માહિતી અનુસાર, અમરેલીના સુરાગપુર ગામમાં ખેતમજૂરી કરતા એક પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં દોડધામ મચી ગઈ છે. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે. 


Google NewsGoogle News