માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા યુવતીએ જીવન ટૂંકાવ્યું
મોરબીના લાલપર ગામે ગળાફાંસો ખાધો
મોરબીમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
મોરબી : મોરબીના લાલપર ગામે રહેતી ૨૩ વર્ષીય યુવતીને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે.મોરબીના મહેન્દ્રપરામાં રહેતા ૩૧ વર્ષીય યુવાન કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મોરબી તાલુકાના લાલપર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ રહેતી
મુસ્કાન તૈયબભાઈ સુમરા (ઉ.વ.૨૩) નામની યુવતીએ પોતાના મકાને રૃમમાં છતના ભાગે
લગાવેલ પંખાના હુક સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા
પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત
વિગતો મુજબ મૃતક મુસ્કાનને તેની માતાએ ઘર કામ બાબતે સામાન્ય ઠપકો આપતા મનોમન લાગી
આવતા યુવતીએ અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે. મોરબી તાલુકા પોલીસે આપઘાતના
બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૪ માં રહેતા હુશેન ગફારભાઈ
ભટ્ટી (ઉ.વ.૩૧) નામના યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું
હતું. મોરબી સીટી એ. ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ
ચલાવી છે.