માતાએ નવાં કપડાં ન લઇ આપતાં યુવતીએ જિંદગી ટૂંકાવી
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે
ગોઇજ ગામે ગળાફાંસો ખાઇ લેતાં મહિલાનું મોત
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ
ધોકિયા નામની ૧૮ વર્ષની યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના
માતાને વાત કરી હતી. પરંતુ તેણીની માતાએ બે જોડી કપડા લેવાની ના પાડતાં આ બાબતે
પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ
લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. આ બનાવ અંગે ક્રિષ્નાબેન અરજણભાઈ
ગોવિંદભાઈ ધોકિયા (ઉ.વ.૪૦)એ કલ્યાણપુર પોલીસમાં જરૃરી નોંધ કરાવી છે.
ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામે રહેતા હંસાબેન રાજશભાઈ મકવાણા
નામના ૨૮ વર્ષના પરિણીત કોળી મહિલાએ પોતાના ઘેર કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ
લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈ અરશીભાઈ
મકવાણા (ઉ.વ.૨૯)એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી
છે.