Get The App

પાલનપુરમાં હૈયું બેસી જાય એવી ઘટના: ગેસ ગીઝરના લીધે ગૂંગળામણથી યુવતીનું મોત

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
પાલનપુરમાં હૈયું બેસી જાય એવી ઘટના: ગેસ ગીઝરના લીધે ગૂંગળામણથી યુવતીનું મોત 1 - image


Gas Geyser Girl Death : શિયાળાની શરૂઆત થતાં લોકો ગીઝરનો ઉપયોગ શરૂ કરી દે છે. પરંતુ અવાર-નવાર ગીઝરના કારણે ગૂંગળામણના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે. ત્યારે પાલનપુરથી આવો જ કિસ્સો હદયદ્વાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ન્હાવા ગયેલી યુવતી 15 મિનિટ સુધી બહાર ન આવતા પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી જોયું તો યુવતી બેભાન અવસ્થામાં પડી હતી અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર આબુ હાઇવે પર આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે દુર્વા ( ઉં.વ. 13) નામની કિશોરી ન્હાવા માટે બાથરૂમમાં ગઇ હતી. પરંતુ 15 મિનિટ સુધી કોઇ અવાજ ન આવતાં તેની માતા દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કિશોરીએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી પરિવારજનોએ બાથરૂમની કાચવાળી જાળીમાંથી જોયું તો કિશોરી ફર્સ પર બેભાન પડી હતી. જેથી આસપાસના લોકો એકઠા થઇ ગયા અને બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને તાત્કાલિક દવાખાન લઇ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. 

ડૉક્ટરોના મતે બાથરૂમમાં જ્યારે ગેસ ગીઝર ચાલુ હોય છે ત્યારે પુરતી માત્રામાં ઓક્સિજન મળતો હતો અને ગેસનું આંશિક દહન થાય છે. જેના લીધે ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. 



Google NewsGoogle News