સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પાણીની કુંડીમાં ડૂબી જતાં બાળકીનું મોત
મોરબીના જૂના ઘુંટુ રોડ પર આવેલી
દ્વારકામાં એસિડ પી લેતા મહિલાનું મોત ઃ ઓખામાં ખેંચ આવતા બોટમાંથી દરિયામાં પડી જતાં માછીમારનું મોત
મોરબીના જૂના જૂનું ઘુંટુ રોડ પર આરકો ગ્રેનાઇટો કારખાનાના
લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા કમલસિંગ કરવાછાની છ વર્ષની દીકરી કાર્તિકા
કારખાનાના લેબર ક્વાર્ટરમાં પાણીની કુંડીમાં ડૂબી જતાં મોત થયું હતું. બનાવને પગલે
મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના
બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે
રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામનાં ૪૩ વર્ષના મહિલાએ કોઇ
કારણોસર પોતાના હાથે એસિડ પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને ઓખા ખાતે
રહેતા જયંતીભાઈ ઠાકોરભાઈ હળપતિ નામનાં ૫૭ વર્ષના માછીમાર પ્રૌઢ ઓખાના આર.કે. બંદર
વિસ્તારમાં આવેલી જેટીમાં અલ અતિક નામન ી બોટમાં આગળના ભાગે બેઠા હતા ત્યારે તેમને
એકાએક ખેંચ આવી જતા તેઓ બોટ પરથી દરિયાના પાણીમાં પડી ગયા હતા. જેના કારણે પાણીમાં
ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નરેન્દ્રભાઇ બુધિયાભાઇ
ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.