ગીર સોમનાથ જિલ્લામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
ગીર સોમનાથ જિલ્લામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન 1 - image


સોડવ તથા બરડા બંધારામાં યાયાવર પક્ષીઓના મુકામ : સાઈબિરીયા, મધ્ય યુરોપ અને મોંગોલિયા સહિતના દેશોમાંથી આવેલા પેલીગન, ફ્લેમિંગો અને કુંજ સહિતના પક્ષીઓ 4 માસ સુધી વેકેશન ગાળશે

કોડીનાર, : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશથી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા. ખાસ કરીને સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠયો છે. હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. અંદાજે ૪૦ પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતાં ગીર સોમનાથના પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠયા છે. સાઇબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે.

દર વર્ષે વિદેશી યાયાવર પક્ષીઓની અંદાજે ૬૫ પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે. પરંતુ આ વર્ષે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષ માત્ર ૩૫ થી ૪૦ પ્રજાતિનાં પક્ષીઓ વિદેશથી આવ્યા છે. ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઇ વેટલેન્ડમાં વધુ પાણી હોવાને લીધે પક્ષીઓની પ્રજાતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

મોટાભાગનાં પક્ષીઓ છિછરા પાણીમાં રહેવાનું પસંદ કરતાં હોય છે. તેને લઇને પણ આ વખતે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વિદેશી પક્ષીમાં જેમાં પેલીંગન, ફલેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિદેશથી આવતા કુંજ મગફળીના પાક લણવા સમયે આવે છે તેમજ પેલીગન અને ફલેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે. લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે.


Google NewsGoogle News