વડોદરામાં ફરી રસ્તા પર મહાકાય મગર આવી ચઢ્યો, ભારે જેહમત બાદ કરાયું રેસ્ક્યુ
Vadodara Crocodile Rescue: વડોદરામાં અવારનવાર મગર રહેણાંક વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર આવી ચઢે છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ રહે છે. આ દરમિયાન શનિવારે (19મી ઓક્ટોબર) ભારે વરસાદ વચ્ચે ભાયલી સ્ટેશન નજીક 11 ફૂટનો મહાકાય મગર મુખ્ય માર્ગ પર આવી ચઢ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી હતી. જેમણે ભારે જહેમત બાદ આ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, વડોદરાના ભાયલી સ્ટેશન નજીક શનિવારે મોડી રાતે ભારે વરસાદ વચ્ચે મુખ્ય માર્ગ પર એક મહાકાય 11 ફૂટ લાંબો મગર આવી ચઢ્યો હતો. વાહન ચાલકો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ મગર અંગે સ્થાનિકો દ્વારા પ્રાણી જીવરક્ષક સંસ્થાને જાણ કરી હતી. આ સંસ્થાની ટીમ ઘટના સ્થળે પહોંચીને 500 કિલો વજન ધરાવતા મહાકાય મગરની રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમના 12 સભ્યો ભારે જેહમત બાદ 11 ફૂટ લાંબા મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.