વડોદરા નજીક ખાનગી યુનિવર્સિટી પાસેના કોમ્પલેક્ષમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ
Vadodara Crocodile Rescue : વડોદરા નજીક આવેલી ખાનગી યુનિવર્સિટી પાસેના એક કોમ્પ્લેક્સમાં મધરાત બાદ અચાનક મગર આવી ચડ્યો હતો. જેને જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં મહાકાય મગર આવી જતા સ્થાનિકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટની ટીમ અને જીવ દયા કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચી આઠ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ઘટના સ્થળ પર અંધારુ હોવાથી બચાવ કામગીરીમાં ભારે હાલાકી પડી હતી, મગર વારંવાર અંધારાવાળા વિસ્તારમાં જતો રહેતો હતો. મહા મહેનતે પીછો કરી આખરે મગરને ઝડપી લેવાયો હતો. જોકે રહેણાંક વિસ્તારમાં આવી ગયેલા મગરે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. ફોરેસ્ટ વિભાગે મગરને સુરક્ષિત સ્થળે છોડવા માટે તજવીજ કરી હતી.