વૃદ્ધાએ ઘરમાં ચોરી થયાનો કૉલ કરતા ઘોઘારોડ પોલીસ દોડતી થઇ
શહેરના સુભાષનગર વિસ્તારમાં બની ઘટના
પોલીસે વૃદ્ધાની આપવીતી સાંભળી તપાસ આદરીઃ ચોરી થયેલી રોકડ ઘરમાંથી જ મળી આવતાં વૃદ્ધાએ ફરિયાદ કરવાનું ટાળ્યું
બનાવની વિગત એવી છે કે, શહેરના સુભાષનગર વિસ્તારમાં શંકરના મંદિર નજીક રહેતા વૃધ્ધા આજે સવારના સુમારે પોતાના ઘરે દિવા માટેની વાટ કરી રહ્યા હતા ત્યારે ઘરમાં ધૂસેલા એક અજાણ્યા શખ્સે 'શું કરો છો, તમે પૂછી કબાટની ચાવી ક્યાં છે?, તેમ પૂછયું હતું. જેના પ્રત્યુત્તરમાં તેમણે કબાટને તાળું ન હોવાનું કહેતા શખ્સે રૂમમાં જઈ અંદરથી બંધ કરી કબાટમાં રાખેલા રોકડા રૂપિયાની તસ્કરી કરી હતી. આ પણ અધુરૂં હોય તેમ વૃદ્ધાએ કાનમાં પહેરેલ બુટ્ટી ખેંચી લૂંટનો પ્રયાસ કરતા તેઓએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા હતા.અને પોલીસને ફોન કરતાં ઘોઘા રોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ઘમઘામાંટ શરૂ કર્યો હતો.પોલીસની ઝીણવટભરી તપાસમાં વૃદ્ધાના ઘરમાં રહેલાં કબાટમાંથી ગયેલી રોકડ રકમ પોલીસને મળી આવતા પોલીસે વૃદ્ધ ાને સુપ્રત કરી હતી.અને કાનમાં પહેરેલ બુટિયા પણ હયાત હોવાનું પોલીસે ચકાસ્યું હતું.આમ રોકડ રકમ મળી આવતા વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.જો કે, આ કૉલના કારણે ઘોઘારોડ પોલીસે ઘરમાં જ મેરેથોન તપાસ કરી હતી.જયારે, આ બનાવ ઘોઘારોડ પોલીસ સહિત સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.