Get The App

જેટકોની પોલ ટેસ્ટ આગામી 28 અને 29 ડિસેમ્બરે યોજાશે, 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજાશે

અગાઉ રદ થયેલી વિદ્યુત સહાયક ભરતી પ્રક્રિયાની પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા ફરી લેવાની જેટકોની સત્તાવાર જાહેરાત

પરીક્ષા રદ થવા મામલે સરકારે જેટકોના એચઆર મેનેજર અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
જેટકોની પોલ ટેસ્ટ આગામી 28 અને 29 ડિસેમ્બરે યોજાશે, 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજાશે 1 - image

નવી દિલ્હી, તા.21 નવેમ્બર-2023, ગુરુવાર

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ની અગાઉ રદ થયેલી વિદ્યુત સહાયક ભરતી પ્રક્રિયાની પોલ ટેસ્ટ ફરી લેવાની જાહેરાત કરાઈ છે. જેટકોએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે, જેમાં આગામી 28 અને 29 ડિસેમ્બરે અને લેખિત પરીક્ષા 7 જાન્યુઆરીએ લેવાશે. 

અગાઉ 19 ડિસેમ્બરે રદ કરાઈ હતી પરીક્ષા

અગાઉ જેટકો 1200થી વધુ વિદ્યુત સહાયકની જગ્યાઓ (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) માટે ભરતી પ્રક્રિયા 19 ડિસેમ્બરે રદ કરી છે. સરકારને ગેરરીતિની ફરિયાદો મળ્યા બાદ આ પરીક્ષા રદ કરી હતી. આ દરમિયાન ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી રૂષિકેશ પટેલે સમિક્ષા બેઠક યોજી પરીક્ષા રદ કરવાની અને પરીક્ષા ફરી લેવાની પણ જાહેરાત કરી હતી.

જેટકોના એચઆર મેનેજર અને જવાબદાર અધિકારીઓને નોટિસ

પરીક્ષા રદ મામલે સરકારે કાર્યવાહી કરી જેટકોના એચઆર મેનેજર અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી હતી. પરીક્ષા રદ કરવા મામલે સરકારના કડક વલણ અંગે ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવે કહ્યું હતું કે, જેની પણ ભુલ સામે આવશે, તેમની સામે કડક કાર્યવાહી કરાશે. ઉલ્લેખનિય છે કે, જેટકોની ગેરરીતિ સામે અવ્યા બાદ પરીક્ષા રદ કરાઈ હતી. ત્યારબાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી કે, 

અગાઉ પરીક્ષા કેમ રદ કરવામાં આવી ?

જેટકોની અગાઉની પરીક્ષા મામલે વીજ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, જેટકોના મેનેજર ,એચઆર સહિત અન્ય પાંચ કર્મચારીઓ સામે નોટિસ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જેટકો હેઠળ લેવાઈ પરીક્ષામાં ચૂક થઈ હતી. રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવાયેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL તેમજ જેટકો દ્વારા બહાર પડાયેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવાઈ નથી. આ મામલો સામે આવ્યા તપાસ સમિતિએ તપાસ હાથ ધરતા આ ગેરરીતિ સામે આવી હતી.


Google NewsGoogle News