mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

VIDEO: દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર કેનોપી ધરાશાયી, ભારે વરસાદના કારણે સર્જાઇ દુર્ઘટના

Updated: Jun 29th, 2024


Rajkot Airport


Rajkot Airport German Dome: હાલમાં સમગ્ર ગુજરાતમાં પવન સાથે વરસાદની શરૂઆત થતાં હોર્ડિંગ્સ તૂટવાના બનાવો બનતા હોય છે ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ)  તૂટી પડી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. 

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પીએમ મોદીએ જુલાઇ 2023 માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1400 કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. 

 

 રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર 1 ની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું અને કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોન સિસ્ટમ સક્રિય છે. જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામન વિભાગે એ પણ કહ્યું છે કે આગામી 5 દિવસ સુધી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. આઇએમડીએ દક્ષિણ ગુજરાત માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. 

રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઇ ગયો છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.


Gujarat