Get The App

મામલતદારે જપ્ત કરેલી 10 બોટ, પાઇપ, ચારણાં મુક્ત કરવા ભૂસ્તરશાસ્ત્રીનો આદેશ

તાપી નદીમાં રેતીખનન મુદ્દે તંત્ર વચ્ચે સંકલનનો અભાવ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
મામલતદારે જપ્ત કરેલી 10 બોટ, પાઇપ, ચારણાં મુક્ત કરવા ભૂસ્તરશાસ્ત્રીનો આદેશ 1 - image



- ભાઠામાંથી સાધનો જપ્ત કર્યા હતા : ભૂસ્તર વિભાગે તપાસમાં તારણ આપ્યું, ઉમરામાં મંજુરી છે ત્યાંથી રેતી કાઢી ભાઠામાં એકત્ર કરાતી હતી

        સુરત

તાપી નદીમાંથી રેલી ઉલેચનારા પર ચોર્યાસી મામલદારે દરોડા પાડીને સાધનસામગ્રી જપ્ત કરવાના પ્રકરણમાં યુ-ટર્ન આવી ગયો છે. ભૂસ્તર વિભાગે સાધનો મુક્ત કરવા આદેશ કર્યો છે. આખાય પ્રકરણમાં સરકારી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે.

ચોર્યાસીના ભાઠા ગામમાંથી પસાર થતી તાપી નદીમાં રેતીખનની તત્કાલિન કલેકટર આયુષ ઓકને ફરિયાદ મળતા ચોર્યાસી મામલતદારને તપાસ સોંપી હતી. મામલતદારે દરોડા પાડીને ૧૮ મોટા પાઇપ અને ચારણા, ૧૦ નાની ફાઇબર અને પાંચ યાત્રિક બોટ, રેતીનો જથ્થો કબ્જે લઇને ભૂસ્તર વિભાગને સોંપી નિયમ મુજબ  કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ભૂસ્તર વિભાગે આ અંગે રેકોર્ડ તપાસ્યા હતા. જેમાં ઉમરા ગામને લાગુ તાપી નદીના પટ્ટમાં ભગતવાલા મજુર અને કામગરોની સહકારી મંડળીને સાદી રેતીની મંજુરી અપાયેલી છે. પરમીટ ધારકને તેડાવાતા મંડળીના સભ્યો પૈકી પિયુષ ગણેશવાલાએ સીઝ પાંચ યાંત્રિક બોટ, ૧૦ નાની ફાઇબર બોટ પોતાની માલિકીની હોવાનું જણાવ્યું હતું. તેમજ મજુરો મારફત રેતી કાઢી નાની ફાઇબર બોટમાં ભરી ફાઠા બાજુના ઉંચા કિનારે ખાલી ટ્રકોમાં ભરતા હોવાનું જણાવ્યું હતું. જેથી ભૂસ્તરશાસ્ત્રીએ જપ્ત મુદ્દામાલ મુક્ત કરવા હુકમ કર્યો હતો. જેથી તત્કાલિન કલેકટરનો હુકમ અને ચોર્યાસી મામલતદારની રેઇડ એળે ગઇ છે.

ડુબકી મારીને રેતી કાઢવા મંજુરી તો આટલી બધી મશીનરી કેમ ?

નાની મંડળીઓને તાપીમાં ડુબકી મારી રેતી કાઢવા મંજુરી અપાયેલી છે. પણ ભાઠા ગામની તાપી નદીમાં આટલી બધી મશીનરીની મંજુરી અપાઇ હતી ? તે મુદ્દે ગ્રામજનો  આગામી દિવસોમાં ફરિયાદ કરે તેવી વિગતો જાણવા મળી છે. 


Google NewsGoogle News