કોંગ્રેસના કાર્યકરોને ઘરવાપસી માટે ગેનીબેનનું આમંત્રણ, વાવ વિધાનસભાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
Geniben Thakor


Geniben Invitation For Congress Leader: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય માહોલમાં કોંગ્રેસના કાર્યકરોની નારાજગી દૂર કરવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. તેવામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપમાં ગયેલા કોંગ્રેસના કાર્યકરોને ઘરવાપસી કરવા માટે જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યું છે. જેમાં ગેનીબેને બનાસકાંઠાના લાખાણીના લાલપુરના કોંગ્રેસના પૂર્વ કાર્યકરોને કોંગ્રસમાં ફરીથી જોડાવવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. 

આ પણ વાંચો : ‘બોયફ્રેન્ડને લઈ ફર્યા કરશે...’ કોલકાતામાં દેખાવ કરતા ડૉક્ટરો વિશે તૃણમૂલ સાંસદનું વિવાદાસ્પદ નિવેદન

ગેનીબેને આમંત્રણ આપી શું કહ્યું?

પેટા ચૂંટણી પહેલા વાવ વિધાનસભાને વધુ મજબૂત બનાવવા માટે બનાસકાંઠાના લાખાણી તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને આમંત્રણ આપતા ગેનીબેને કહ્યું હતું કે, 'હું મહેશભાઈને ફરી ઘરવાપસી કરવા માટે આવકારું છું. દિવસનો ભૂલેલો હોય તો રાતે ઘરે પાછો આવે, દૂધમાં સાકરની જેમ ભળી જજો. વાવ વિધાનસભાને વધુ મજબૂત કરવા માટે બધા ભાઈઓએ ભેગા થવાની જરૂર છે.' 

પાર્ટી છોડનારા કાર્યકર્તાને ઘરવાપસી માટે આમંત્રણ

લાખણીના લાલપુર ગામમાં સન્માન સમારંભના એક કાર્યક્રમમાં ગેનીબેને નિવેદન આપતી વખતે 2017માં ભાજપ છોડીને કોંગ્રેસમાં અને 2023માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મહેશ દવેને કોંગ્રેસમાં ઘરવાપસી કરવા આમંત્રણ આપ્યું છે. 

આ પણ વાંચો : નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ, આગામી છ દિવસ ગાજવીજ સાથે ભારેથી હળવા વરસાદની આગાહી

ગેનીબેનનું આમંત્રણ હું માથા પર રાખું છું, પરંતુ હું ભાજપ સાથે જ રહીશ

જાહેર મંચ પરથી ગેનીબેનના આ પ્રકારના નિવેદન પછી મહેશ દવેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'ગેનીબેનનું આમંત્રણ હું માથા પર રાખું છું, પરંતુ હું ભાજપ સાથે જ રહીશ. ગઈ કાલનો સ્ટેશ રાજકીય ન હતો અને ગૌ માતાની વાત હોવાથી હું સ્ટેજ પર ગયો હતો. અમારી સરકાર ગૌ માતા માટે છે.'

કોંગ્રેસના કાર્યકરોને ઘરવાપસી માટે ગેનીબેનનું આમંત્રણ, વાવ વિધાનસભાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ 2 - image


Google NewsGoogle News